સીબીઆઈ દ્વારા નિવેદન કરવામાં આવ્યું બોફોર્સ કેસ ફરી ખોલવાની અપીલનું સમર્થન

bb

રાષ્ટ્રીય રાજનીતિમાં બોફોર્સનું ભુત ફરી એકવાર સપાટી ઉપર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. બોફોર્સના વિવાદાસ્પદ મામલામાં બીજી વખત સુનાવણી કરવાની અપીલ કરવામાં આવ્યા બાદ આને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે. સીબીઆઈએ આ સંદર્ભમાં વાત કરતા કહ્યું છે કે, બોફોર્સ કેસ ફરી ખોલવાની અપીલ ઉપર તે સુપ્રીમ કોર્ટમાં સમર્થન કરશે. બોફોર્સ મામલામાં સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ આજે અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે. સીબીઆઈએ પણ પોતાનું વલણ બદલી નાંખ્યું છે. બોફોર્સ કેસ ૧૯૮૭માં સપાટી ઉપર આવ્યા બાદ રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી. સ્વીડન પાસેથી તોપની ખરીદીના મામલામાં સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સ્વર્ગસ્થ ઇટાલિયન કારોબારી ઓટાવીયો ક્વાત્રોચીના નામ સપાટી ઉપર આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સીબીઆઈએ એવું નક્કી કર્યું હતું કે, તે બોફોર્સ એસએલપીનો વિરોધ કરશે નહીં. આ નિર્ણય આ દ્રષ્ટિએ પણ વધારે મહત્વપૂર્ણ છે કે, તે બોફોર્સ કસમાં તપાસ કરનાર સંસ્થા છે. વર્ષ ર૦૦૫થી આ મુદ્દે જોડાયેલી સીબીઆઈની ફાઇલો અને ફાઇલ સાથે સંબંધિત કેટલીક બાબત માટે ચર્ચા છેડાઈ હતી. ૧૩મી જાન્યુઆરીના દિવસે ફાઇલ નોિંટગમાં સીબીઆઈએ કહ્યું હતું કે, તેમનું વલણ એસએલપી દાખલ કરવાના અગાઉના નિર્ણયની સાથે રહેશે. સીબીઆઈ દ્વારા અગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા કરવામાં આવી શકે છે. યુપીએ-૧ સરકારના ગાળા દરમિયાન તત્કાલિન ડિરેક્ટર દ્વારા દલીલ આપવામાં આવી હતી કે, આરોપીઓને છોડી મુકવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવા લાયક નથી. બોફોર્સ ભુત ફરી એકવાર સપાટી ઉપર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *