સીતારમન નાથુલામાં નમસ્તે ડિપ્લોમેસી બાદ ચીની મીડિયામાં છવાઇ ગયા

sitharaman-namaste

ચીને કહ્યું  છે  કે  તે ભારતની સાથે મળી સીમા  પર શાંતિ બનાવી  રાખવા માટે   તૈયાર છે.  તેણે  કહ્યું  કે રક્ષા  મંત્રી નિર્મલા સીતારમને  નાથુલામાં અગ્રિમ  ચોકીનો  પ્રવાસ  ૧૮૯૦માં બ્રિટન ચીનની વચ્ચે  થયેલ  સમજૂતિઓની ભાવનાઓની અનુકૂળ હતી સીતારમન પહેલીવાર  સિક્કિમમાં ચીન સીમા પર અગ્રિમ  ચોકીઓનો પ્રવાસ કર્યો  અને   ચીનના સૈનિકો સાથે પણ  ટુંકી  વાતચીત  કરી હતી. તેમણે  ચીની સૈનિકોને નમસ્ત્ોનો અર્થ  સમજાવ્યો હતો.

ચીની મીડિયામાં સીતારમનના નાથુલાના પ્રવાસ પર ચર્ચા કરી. ચીનની સરકારી ન્યુઝ ચેનલ સીજીટીએને વાતચીતનો વીડિયો ચલાવતા લખ્યું હતું કે ભારતીય રક્ષા મંત્રીએ સીમા પર ચેની સૈનિકોને અભિવાદન કર્યું હોંગકાંગ ખાતે સાઉથ ચાઇના મોનિર્ગ પોસ્ટે આ અહેવાલ માટે હેડલાઇન  આપી  છે.ભારતની રક્ષા મંત્રીએ  ચીની સૈનિકોની સાથે મૈત્રી પુલ  બનાવ્યો.ચીની સૈનિકોની  સાથે સીતારામનની વાતચીતને  ચીનમાં સોશલ મીડિયા પર પણ ખુબ સકારાત્મક પ્રતિક્રિયા મળી છે.

ચીનના  વિદેશ મંત્રાલયના પ્રવકતા ચુનિંયગે સીતારમનના પ્રવાસ પર કર્યું કે  સિક્કિમ સેકટરમાં ભારત ચીન સીમાનું નિર્ધારણ  ૧૮૯૦ની  સંધિ અનુસાર થયું  છે. પ્રવકતાએ કહ્યું કે એતિહાસિક સંધિઓ  અને પ્રાંસગિક સમજૂતિને  ધ્યાનમાં રાખી  ચીની  પક્ષ ભારતીય સીમા પર  શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા ઇચ્છુુક છે.

સીતારમનના નાથુલા પ્રવાસ  અને  ચીની સૈનિકોની સાથે તેમની  ટુંકી વાતચીતની પ્રશંસા કરતાં ચુનિંયગે કહ્યું કે ડોકલાક વિવાદ બાદ દ્વિપક્ષીય સંબંધોને સુધારવાની દિશામાં આ સારો સકેત છે.

એ યાદ રહે કે આ પહેલા ડોકલામ વિવાદને કારણે ભારત અને ચીનના સંબંધો બગડયા હતાં અને ડોકલામ ખાતે ભારત અને ચીનના સૈનિકોએ લગભગ એક મહીના સુધી આમને સામને રહૃાાં હતાં અને આ બંન્ને વચ્ચે ઝપાઝપીની ઘટનાના અહેવાલો પણ આવ્યા હતાં. જો કે બાદમાં  બંન્ને  દેશોએ પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *