સિનાઈ પ્રાંતમાં સૂફી શ્રદ્ધાળુઓને નિશાન બનાવતા આઈએસ આતંકીઓ

mm

આજે ઈજીપ્તના ઉત્તર સિનાઈ પ્રાંતમાં ખીચોખીચ ભરાયેલી એક મસ્જિદ પર બંદૂક ધારીઓએ ગાળી વર્ષા તથા બોમ્બ વિસ્ફોટથી ઓછામાં ઓછા ૨૩૫ લોકોના મોત થયા હતાં તેમ સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું. તાજેતરમાના સમયમાં દેશમાં ત્રાસવાદી હુમલાઓ સૌથી ઘાતક હુમલાઓ પૈકી આ એક છે.
ઉત્તર સિનાઈની રાજધાની અલ-અરિશથી આશરે ૪૦ કિ.મી. દૂર રાવડા મસ્જિદમાં એક બોમ્બ ધડાકાથી ભારે નુકસાન થયું હતું. આજે શુક્રવારની નમાઝ માટે એકત્રિત આસ્થાળુઓ પર બંદૂકધારીઓએ પહેલા ગોળી વર્ષા કરી હતી, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
સત્તાવાર અલ-અહરામ અખબારે તેની વેબસાઈટ પર દર્શાવ્યું હતું કે, ઓછામાં ઓછાં ૨૩૫ લોકોના મૃત્યુ આ હુમલામાં થયા હતાં. અને બીજા કેટલાકને ઈજા થઈ હતી. છેલ્લા ચાર વર્ષથી અંતિમવાદી જૂથો દ્વારા ચાલતી બળવાખોરીમાં આ અભૂતપૂર્વ હુમલો છે.
ઈસ્લામિક રાજ્ય માટેના જૂથની ઈજિપ્તની શાખા ઉત્તર સિનાઈ ક્ષેત્રમાં સત્તાવાળાઓ સાથે કાર્યરત હોવાના આરોપસર સેંકડો સૈનિકેા, પોલીસમેનો અને નાગરિકોના મૃત્યુ નીપજાવ્યા છે.
સુની ઈસ્લામની સૂફી શાખાના અને ખ્રિસ્તી અનુયાયીઓને પણ તેમણે નિશાન બનાવ્યા છે.
આ હુમલાનો ભોગ બનેલ શ્રધ્ધાળુઓ નમાઝ પઢતા હતા ત્યારે આ હુમલો થયો હતો. આઈએસ સામે લડી રહેલ બદાયુની મિલિશિયાના વડા અને આદિવાસી નેતાએ જણાવ્યું હતું કે, આ મસ્જિદ સૂફીઓના મિલન માટેના સ્થળ તરીકે જાણીતી છે.
જિહાદીઓએ અગાઉ એક વૃદ્ધ સૂફી નેતાનું અપહરણ કરીને તેનો શિરોચ્છેદ કર્યો હતો. આ જૂથે દેવલમાં બોમ્બ ધડાકા અને ગોળીવર્ષામાં અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ ખિસ્તીઓના મૃત્યુ નીપજાવ્યા છે.
આ હુમલાખોર સંગઠન નવે.૨૦૧૪થી આઈએસ સાથે જોડાયેલું છે અને તેમનો ઉપદ્રવ શમાવવા લશ્કર પ્રયાસો કરી રહ્યું છે.
સરકારી ટેલીવીઝના જણાવ્યા મુજબ આ હુમલા બાદ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ તાકીદની બેઠક બોલાવી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલ ઈજિપ્તની ઉત્તરીય પ્રાંત સિનાઈમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે લડી રહી છે. આ વિસ્તારમાં અગાઉ આઈએસ આતંકીઓએ પોલીસ તેમજ સૈનિકોની હત્યાઓ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *