સાલ હોસ્પિટલમાં આગ:દોડધામ

IMG-20170518-WA0026

શહેરના વસ્ત્રાપુર પોલીસ મથકની સામે આવેલી બહુમાળી સાલ હોસ્પિટલમાં આજે સાંજે અચાનક જ આગ ફાટી નીકળતા ભયનું વાતાવરણ સર્જાયું હતું તેમજ દોડધામ મચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે વાહનો સાથે દોડી જઈ મોડી રાત્રે આગ બુઝાવવામાં સફળતા મેળવી હતી.
જાણત્તા મળતી માહિતી અનુસાર શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પોલીસ મથકની સામે આવેલી બહુમાળી સાલ હોસ્પિટલમાં આજે સાંજે અચાનક જ આગ ભભૂકી હતી. બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા આઈસીયુ વિભાગની નજીક આગ ભભૂ કતા દોડધામ મચી ગઈ હતી તેમજ ભયનું વાતાવરણ સર્જાયું હતું.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના ઓફીસર રાજેષ ભટ્ટ સહિતનો સ્ટાફ પાંચ વાહનો સાથે દોડી ગયો હતો. તેએાએ ભભૂકેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતાં તેમજ તંત્રએ ફસાયેલા દર્દીઓને સહી સલામત બહાર કાઢ્યા હતાં.
બનાવના લીધે તે વિસ્તારમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેમજ ટોળાં ઉમટી પડ્યા હતાં જો કે, પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક રાબેતા મુજબનો કરાવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ મોડી રાત્રે ફાયર બ્રિગેડની ટીમે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
આગમાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા ન હતા. આગના કારણ બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *