સાબરકાંઠા અને અરવલ્લિ જિલ્લામાં તબીબો દ્વારા હડતાળ બાદ સમાધાન થતા માસ સીએલનો કાર્યક્રમ પડતો મૂકાયો

સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને રેફરલ હોસ્પિટલોમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરોના પડતર પ્રશ્ર્નો અને સમસ્યાઓનો નિકાલ લાવવામા ન આવતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તબીબોએ હડતાળ પાડી હતી બંને જિલ્લાની સરકારી હોસ્પિટલોના તબીબો માસ સીએલ ઉપર જતા આરોગ્ય સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી જેથી દર્દિઓ પરેશાનીમા મુકાયા હતા.

રાજ્યના ઈન સર્વિસ તબીબો સોમવારથી ૩ દિવસની માસ સીએલ ઉપર ઉતર્યા છે. આમા સાબરકાંઠા જિલ્લાના ૭૦ અને અરવલ્લી જિલ્લાના ૬૧ તબીબ હડતાળ પર ઉતર્યા હતા. જ્યારે ૧૪ તબીબોએ માસ સીએલ પર જવાનું ટાળ્યું છે.

તેઓ હડતાળમાં જોડાયા નથી. માસ સીએલ પર જનારા તબીબો સામે ગુજરાત આવશ્યક સેવા જાળવણી અધિનિયમના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. તે દરમિયાન વાટાઘાટો  બાદ તબીબોની  હડતાળ સમેટાઈ ગઈ હતી. સમાધાન થતા માસ સીએલનો કાર્યક્રમ પડતો મુકાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *