સાનિયા મિર્ઝાની વિરૂદ્ધ અંતે સમન્સ જારી કરાયું

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની સામે સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા સર્વિસ ટેક્સની ચોરી સાથે સંબંધિત મામલામાં સમન્સ જારી કરી દીધું છે. પ્રિન્સિપલ કમિશનર ઓફ સર્વિસ ટેક્સ ઓફિસ દ્વારા છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે ટેનિસ સ્ટાર સામે સમન્સ જારી કરવામાં આવ્યું હતું. ૧૬મી ફેબ્રુઆરીના દિવસે ઓથોરાઈઝ્ડ એજન્ટ દ્વારા અથવા તો વ્યક્તિગત રીતે તેમની સમક્ષ ઉપસ્થિત રહેવા માટે સાનિયા મિર્ઝાને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે કરચોરીના મામલામાં નક્કર પુરાવા હાથ લાગ્યા છે. સાનિયા મિર્ઝા સામે સમન્સ જારી કરવામાં આવ્યા બાદ સાનિયા મિર્ઝા તરફથી હજુ સુધી કોઈપણ પ્રતિક્રિયા મળી શકી નથી. સંબંધિત અધિકારીઓ સમક્ષ તમામ દસ્તાવેજો રજુ કરવા માટે સાનિયા મિર્ઝાને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. સર્વિસ ટેક્સનો આ મામલો ગંભીર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *