સાઉથ એશિયન ટેરરિઝમ પોર્ટલના ડેટાનું ઈન્ડીયાસ્પેન્ડ દ્વારા રસપ્રદ વિશ્ર્લેષણ જમ્મુ-કાશ્મીરમાં એક વર્ષમાં આતંક સંબંધી નાગરિકોની ખુવારીમાં ૧૬૪%નો વધારો

burhan_620

દક્ષિણ કાશ્મીરમાં અમરનાથની પવિત્ર ગુફાની યાત્રાએ જતા સાત હિન્દુ યાત્રાળુઓની હત્યા જમ્મુ-કાશ્મીરના લોહીયાળ ઈતિહાસમાં છેલ્લો ઉમેરો છે.
નવી દિલ્હીના નોનપ્રોફીટ ઓર્ગેનાઈઝેશન ઈન્સ્ટીટયુટ ફોર કોન્ફકીલર મેનેજમેન્ટ દ્વારા ચલાવાતા સાઉથ એશિયન ટેરરિઝમ પોર્ટસના ડેટાનું ઈન્ડીયાસ્પેન્ડએ વિશ્ર્લેષણ કર્યું છે, એ મુજબ ૩૦ જુન ૨૦૧૭એ પુરા થતા વર્ષમાં રાજયમાં આતંકવાદ સંબંધીત મૃત્યુમાં ૪૫%નો અને નાગરિકોની ખુવારીમાં ૧૬૪% નો વધારો થયો છે.
અજાણ્યા આતંકવાદીઓએ ૧૦ જુલાઈએ રાત્રે ૮ વાગ્યે પોલીસ પર ફાયરીંગ કર્યું હતું. પોલીસે જયારે વળતો જવાબ આપ્યો ત્યારે હુમલાખોરોએ અંધાધુંધ ગોળીબાર કરતાં અમરનાથથી પાછી ફરતી યાત્રાળુઓની ખીચોખીચ બસ સામસામા ગોળીબારનો ભોગ બની હતી. પોલીસના આ વૃતાંત સામે બીજા કેટલાકનું કહેવું છે કે એ ઘટના કોલફાયર નહીં પણ યાત્રાળુઓ જ આતંકવાદીઓના નિશાના પર હતા, કેટલાક અહેવાલો મુજબ ૩ મીનીટમાં બેવર બસ પર હુમલો થયો હતો.
કાશ્મીર પોલીસે લશ્કર-એતઈબાને જવાબદાર ઠરાવી જણાવ્યું છે કે હુમલાનો માસ્ટરમાઈન્ડ પાકીસ્તાની આતંકી અબુ ઈસ્માઈલ હતો. તઈબાના પ્રવકતા અબ્દુલા ગઝનવીએ જો કે આરોપ નકારી ૧૫ વર્ષમાં અમરનાથ યાત્રીઓ પરના સૌથી ઘાતક વખોડવાલાયક કૃત્ય માટે ભારતીય એજન્સીઓને જવાબદાર ઠેરવી છે. છેલ્લા ૧૮ વર્ષમાં પાંચ આતંકી હુમલામાં ઓછામાં ઓછા બાવન અમરનાથ યાત્રાળુઓમાર્યા ગયાછે. એમાંનો સૌથી ઘાતક હુમલો તઈબાના આતંકીઓએ ૧ ઓગષ્ટ ૨૦૦૧માં કર્યો હતો. એ બનાવમાં પહેલ ગામમાં ૨૧ યાત્રાળુઓ માર્યા ગયા હતા. હીઝબુલ મુજાહીદીનના કમાન્ડર બુરહાન વાનીની વરસી નિમિતે સંભવિત હુમલાને ધ્યાનમાં રાખી કાશ્મીર ખીણમાં કરફયુ અને સોશ્યલ મીડીયા પરના પ્રતિબંધો ઉઠાવી લેવાયાના કલાકોમાં છેલ્લો હુમલો થયો હતો.
વાનીના મૃત્યુ અગાઉ આતંકવાદી હિંસામાં શહીદ થનારા સુરક્ષાકર્મીઓની સંખ્યા ૫૧ હતી તે છેલ્લા એક વર્ષમાં લગભગ બમણી થઈ છે.
નાગરિકોના મૃત્યુમાં ૪૫% વધારો અને ૨૦૧૫-૧૬માં મૃત્યુ પામનારા ૨૧૬ સુરક્ષા કર્મીઓ અને આતંકવાદીઓ સામે ૨૦૧૬-૧૭માં એ સંખ્યા ૩૧૩ થઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં ટકાવારીની દ્રષ્ટીએ આ સંખ્યા સૌથી વધુ છે.
૨૦૧૫-૧૬માં નાગરિકોના મૃત્યુમાં ૧૬૪% માં વધારો (૧૪થી ૨૦૧૬-૧૭માં ૩૭) થયો હતો. એ સામે એક વર્ષનાગાળામાં આતંકવાદીઓની મૃત્યુ સંખ્યા પણ ૧૮% વધી હતી.
નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર મે ૨૦૧૪માં સતા પર આવી ત્યારપછી ત્રણ વર્ષના ગાળામાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારની બીજી ટર્મના છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સાથે સંકળાયેલા મૃત્યુમાં ૪૨%નો વધારો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *