સાઇના નેહવાલે ૧૦ વર્ષ બાદ નેશનલ ચેમ્પિયનશિપ જીતી

saina1909a-2-1416299542

ભારતમાં રમાયેલી ૮૨મી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સાઇના નેહવાલ અને એચ.એસ. પ્રણોયે પોતાનું શાનદાર પ્રદર્શન કરતા મહિલા અને પુરુષ સિંગલ્સની ટ્રોફી જીતી લીધી હતી. મહિલા સિંગલ્સની ફાઇનલમાં સાઇના નેહવાલે બીજો ક્રમાંક ધરાવતી પી.વી. સિંધુને ૫૪ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૭, ૨૭-૨૫થી પરાજય આપી ત્રીજી વખત નેશનલ ટાઇટલ જીતી લીધું છે. મહત્વની વાત એ છે કે સાઇના નેહવાલે આ ચેમ્પિયનશિપમાં ૧૦ વર્ષ બાદ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ પહેલાં સાઇનાએ વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૭માં ટાઇટલ જીત્યું હતું.
પ્રણોયે શ્રીકાંતનો વિજયરથ અટકાવ્યો
પુરુષ સિંગલ્સમાં એચ. એસ. પ્રણોયે મેજર અપસેટ સર્જતાં બીજો ક્રમાંક ધરાવતા કિદાંબી શ્રીકાંતને ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં ૨૧-૧૫, ૧૬-૨૧, ૨૧-૭થી પરાજય આપી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. આ જીત સાથે પ્રણોયે શ્રીકાંતની વિજય કૂચને અટકાવી હતી. શ્રીકાંતે થાઇલેન્ડ ઓપન અને ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું જ્યારે અહીં પણ તે ફાઇનલમાં પહોંચી સતત ૧૩ જીત મેળવી હતી પરંતુ ફાઇનલમાં હાર મળી હતી.
સાઇના નેહવાલે ૧૦ વર્ષ બાદ ચૈમ્પિયનશિપ જીતી
તો મહિલા સિંગલ્સની ફાઇનલ મેચના પ્રથમ સેટમાં સાઇના ૫-૩થી લીડ મેળવવામાં સફળ રહી હતી અને તેને ખબર હતી કે નજીવી લીડ પણ તેને મેચમાં જીત અપાવી શકે છે. ત્યારબાદ સાઇનાએ ૧૭-૧૨ અને અંતે ૨૧-૧૭થી પ્રથમ સેટ જીતવામાં સફળતા મેળવી હતી. સિંધુએ બીજા સેટમાં આક્રમક શરૂઆત કરતાં ૧૮-૧૪થી લીડ મેળવી હતી. જોકે, સાઇનાએ મેચમાં પરત ફરતાં સ્કોર ૨૦-૨૦ની બરાબરી પર લાવી દીધો હતો. બંને ખેલાડીઓ તે પછી ૨૫-૨૫ની બરાબરી પર હતી ત્યારે સાઇનાએ સતત બે ગેમ જીતી મેચ, સેટ અને ટ્રોફી પોતાના નામે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *