સલમાને લોન્ચ કરેલી ઈ-સાઈકલ, કિંમત રૂ. ૪૦૩ર૩ અને પ૭પ૭૭ !

photo_8

સલમાને બીઈંગ હૃાૂમન બ્રાન્ડ કલોધિંગ માટે સલમાને ઈ-સાઈકલ લોચ્ન કરી હતી. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે સલમાને આ સાઈકલને લોન્ચ કરી હતી. કંપનીના ચીફ એકઝિક્યુટિવ અતુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સલમાને આ સાયકલમાં અંગત રસ લઈને ડિઝાઈન કરાવી છે. સાથે  સ્ટાઈલ અને કમ્ફર્ટનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

બીઈંગ હૃાૂમન સાઈકલ બીએર૭ અને બીએચ૧રની કિંમત ૪૦,૩ર૩ અને પ૭,પ૭૭ રાખવામાં આવી છે. બીઈંગ હૃાૂમનની આ ઈ-સાઈકલ હાલ તો મુંબઈમાં ઓનલાઈન મળી રહી છે પરંતુ કંપની તેને થોડા મહિનાઓમાં અન્ય શહેરમાં પણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવશે.

બાળકો, મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ મોડેલની વ્યવસ્થા પણ છે.

આ સાઇકલ ઓટોમેટેડ અને મેન્યુઅલ છે. તેમાં નાની રિચાર્જેબલ ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે. જેના કારણે તમારે પેડલ મારવાની જરૂર નહીં પડે. તેમજ મેન્યુઅલ મોડમાં ગિયર બદલીને પણ સાઇકિંલગની મજા લઇ શકો છો.

આ સાથે જ સાઇકલમાં એલઇડી લાઇટ્સ સાથે મેકેનિકલ ડિસ્ક બ્રેક અને એડજસ્ટેબલ ફ્રન્ટ સસ્પેન્શન પણ છે.

હાલ આ સાઇકલ સફેદ, પીળા, લાલ અને કાળા કલરમાં ઉપલબ્ધ છે પરંતુ આ જ વેરિઅન્ટમાં બીજા કલર પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ સાયકલ મહત્તમ ર૫ દ્બરની સ્પીડ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *