સલમાનખાનની ‘કિક-ર આવતા વર્ષે ક્રિસમસ પર

kick_2_poster_salman_khan_jacqueline

સલમાન ખાનના ચાહકો માટે ખુબ સારા સમાચાર છે. કારણ કે વર્ષ ર૦૧૪માં રજૂ કરવામાં આવેલી અને બોક્સક ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરનાર કિક ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય આખરે કરી લેવામાં આવ્યો છે. આના માટે સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાએ હાથ મિલાવ્યા હોવાના હેવાલ મળ્યા છે. ફિલ્મ ક્રિટિક ટ્રેડ નિષ્ણાંતે કહૃાુ છે કે આ મોટી જાહેરાત કરવામાં આવી ચુકી છે. કિક-ર ફિલ્મમાં સલમાન ખાન જ કામ કરનાર છે. સાજિદ જ ફિલ્મનુ નિર્દેશન કરનાર છે. આ ફિલ્મ વર્ષ ર૦૧૯માં ક્રિસમસ પર રજૂ કરવાનો પ્રાથમિક નિર્ણય કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે સલમાન ખાનના ચાહકો ક્રિસમસ ર૦૧૯માં એક મોટી ફિલ્મ જોઇ શકશે. સલમાન છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવુડમાં સુપર સ્ટાર તરીકે છે. તે સૌથી સફળ સ્ટાર તરીકે પુરવાર થઇ રહૃાો છે. તેના નામ પર ફિલ્મો હિટ સાબિત થઇ રહી છે. તેની છેલ્લે ટાઇગર જિન્દૃા હે ફિલ્મ આવી હતી. જે રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. બોલિવુડની સૌથી મોટી ફિલ્મ તરીકે તે ફિલ્મ સાબિત થઇ છે. વર્ષ ર૦૧૯માં સલમાનની બે ફિલ્મો રજૂ કરવામાં આવનાર છે. જેમાં દેશભક્તિ પર આધારિત ફિલ્મ ભારતનો સમાવેશ થાય છે. જેમાં તે જુદા જુદા રોલમાં દેખાશે. બીજી કિક-ર રહેશે. જે એક્શનથી ભરપુર ફિલ્મ રહેશે. કિક-ર ફિલ્મની પટકથા ત્યાંથી જ શરૂ થશે જ્યાં તે ફિલ્મ પૂર્ણ કરાઇ હતી. મુળ ફિલ્મમાં તેની સાથે જેક્લીન અને રણદીપ તેમજ નવાજુદ્દીનની ભૂમિકા હતી. આ ફિલ્મ ચાહકોને ખુબ પસંદ પડી હતી. ફિલ્મનુ શુિંટગ સલમાન ખાન હાલની બે ફિલ્મમાંથી બહાર આવ્યા બાદ હાથ ધરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *