સર્વિસીઝ ઉપર જીએસટીમાં ચાર સ્તરીય દર જીએસટીમાંથી હેલ્થકેર અને શિક્ષણને મુક્તિ

gst-essay

શ્રીનગરમાં જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠકના બીજા દિવસે આજે સર્વિસેઝ પર જીએસટીના દર નક્કી કરવામાં આવતા આને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. હેલ્થકરે અને એજ્યુકેશનને સર્વિસ ટેક્સની હદથી દુર રાખવામાં આવ્યા છે. આનો મતલબ એ થયો કે હેલ્થકેર અને એજ્યુકેશનને છૂટછાટ અને રાહતો મળતી રહેશે. સર્વિસેઝ ઉપર જીએસટીના ચાર દરો પાંચ ટકા, ૧ર ટકા, ૧૮ ટકા અને ર૮ ટકા રાખવામાં આવ્યા છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપર પાંચ ટકા ટેક્સ લાગુ કરવામાં આવશે. જ્યારે લકઝરી સેવા ઉપર ર૮ ટકા ટેક્સ લાગુ કરવામાં આવશે. આજે જુદી જુદી સેવાઓ પર ટેક્સના સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા. હેલ્થકેર અને એજ્યુકેશનને રાહત અપાઈ છે. આને જીએસટીની હદમાંથી બહાર રાખવામાં આવ્યા છે. એન્ટરેટઈનેન્ટ ટેક્સને સર્વિસ ટેક્સમાં મર્જ  કરી દેવામાં આવ્યો છે. ગુડ્સ, રેલવે અને એર ટ્રાન્સપોર્ટ ઉપર પાંચ ટકા ટેક્સ લાગુ થશે. આ જીએસટીના સૌથી નીચલા દરો છે. સીનેમા હોલ, સટ્ટાબાજી, રેસકોર્સ ઉપર ર૮ ટકા ટેક્સ લાગુ થશે. ફોન બિલ ઉપર ૧૮ ટકા ચાર્જ લાગુ થશે. જ્યારે ૧૦૦૦થી ઓછા ભાડાવાળી હોટલો જીએસટીની હદથી દુર રહેશે. આવી જ રીતે ર૫૦૦ થી ૫૦૦૦ના ભાડા ધરાવનાર હોટલો પર ૧૮ ટકા ટેક્સ લાગુ કરવામાં આવશે. પાંચ હજારથી ઉપરની ફાઈવ સ્ટાર હોટલો પર ર૮ ટકા ટેક્સ લાગુ થશે. આવી જ રીતે નોન એસી રેસ્ટોરન્ટ ઉપર ૧ર ટકા સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવશે. સોનાના સ્લેબ ઉપર ત્રીજી જૂનના દિવસે વિચારણા કરાશે. ઓલા અને ઉબેર જેવી ટેક્સી સર્વિસ ટેક્સ પર પાંચ ટકા ટેક્સ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. મેટ્રો, લોકલ ટ્રેનમાં યાત્રા અને ધાર્મિક યાત્રીઓને જીએસટીમાં રાહત મળશે. ઈકોનોમી ક્લાસમાં વિમાની યાત્રા પર પાંચ ટકા અને બિઝનેસ ક્લાસ પર ૧ર ટકા જીએસટી લાગુ કરવામાં આવશે. નાણામંત્રી અરૂણ જેટલીએ શ્રીનગરમાં જીએસટી કાઉન્સિલની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ટેલિફોન, ઈન્સ્યોરન્સ, હોટલો અને રેસ્ટોરન્ટ સહિત સર્વિસ ઉપર લાગુ થનાર ચાર ટેક્સ રેટને આખરી ઓપ આપી દેવામાં આવ્યા છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આને અમલી કરવામાં આવશે. પહેલી જુલાઈના દિવસથી જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવનાર છે. આ ટેક્સ રેટ પાંચ ટકા, ૧ર ટકા, ૧૮ ટકા અને ર૮ ટકા રહેશે. ટેલિકોમ ફાઈનાન્સીયલ સર્વિસને સ્ટાન્ડર્ડ રેટ ૧૮ ટકા સાથે ટેક્સ રાખવામાં આવ્યો છે. ત્રીજી જૂનના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠક ફરી એકવાર મળશે. જેમાં અન્ય પાસા પર ચર્ચા કરાશે. સાથે સાથે સોના ઉપર ટેક્સ રેટ આ બેઠકમાં નક્કી કરવામાં આવશે. નવા ટેક્સ રેટ રેસ્ટોરન્ટ, ફિલ્મની તારીખ, સલૂનમાં જવા, ફોન બિલ સહિતની બાબતો ઉપર લાગુ થશે. નોન એરકન્ડીશનર રેસ્ટોરન્ટ પર ૧ર ટકા ટેક્સને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. આ ૧ર ટકા ટેક્સને લઈને કેટલાક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. અત્રે નોંધનિય છે કે ગઈકાલે પણ આ  બેઠક આગળ વધી હતી. જેમાં જુદા જુદા પાસા પર નિર્ણય લેવામાં આવ્યા હતા. કાઉન્સિલમાં ગઈકાલે ૧ર૧૧ વસ્તુઓ માટે ટેક્સ રેટને મંજુરી આપવામાં આવી હતી જે પૈકી સાત ટકાને મુક્તિ અપાઈ હતી. ૧૪ ટકાને પાંચ ટકાના સ્લેબમાં, ૧૭ ટકાને ૧ર ટકાના સ્લેબમાં, ૪૩ ટકાને ૧૮ ટકાના સ્લેબમાં અને બાકીની ૧૯ ટકા વસ્તુઓને ર૮ ટકાના ટોપ ટેક્સ બ્રેકેટમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિકોમ સર્વિસ ભૂતકાળના એક જ રેટ ઉપર ટેક્સ રીતે લાગુ કરશે. ૮૧ ટકા વસ્તુઓ પર ૧૮ ટકા અથવા તો નીચેનો ટેક્સ લાગુ થશે. જ્યારે ૧૯ ટકા વસ્તુઓ પર ર૯ ટકાથી પણ ઉપરનો ટેક્સ લાગુ થશે. જેટલીએ ગઈકાલે ભારપૂર્વક કહ્યું હતું કે એકંદરે ટેક્સ બ્રેકેટમાં ઘટાડો કરવાના પ્રયાસ કરાશે. જીએસટી દરોને લઈને છેલ્લા ઘણા દિવસથી અટકળોનો દોર ચાલી રહૃાો હતો. જોકે ૧૦૦૦ની નીચેની ભાડાવાળી હોટલોને જીએસટી વ્યવસ્થામાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકાર પહેલી જુલાઈથી જીએસટીને અમલી બનાવવા કમર કસી ચુકી છે. એવી અપેક્ષા છે કે દેશના જીડીપીમાં બે ટકાનો ઉમેરો થશે. મૂળભૂત વસ્તુઓને ખૂબ જ સાવધાનીપૂર્વકની ગણતરી સાથે રાખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં તેમની અવધિના ત્રણ વર્ષ પૂર્ણ કરવા જઈ રહૃાા છે. નવા ટેક્સ રેટમાં કોઈ ભાવ વધારો થશે નહીં. ખાસ કરીને જટીલ ટેક્સની વ્યવસ્થાને હળવી કરવાનો નિર્ણય રખાયો છે. એજ્યુકેશન અને હેલ્થકેરને રાહતો જારી રહેશે. કેરળના મુખ્યમંત્રી થોમસ ઈશાકે કહ્યું હતું કે લકઝરી ગુડ્સ પર ર૮ ટકાના દરે જીએસટી લાગુ થશે. કાઉન્સિલની આગામી બેઠક ત્રીજી જૂનના દિવસે મળશે. ગઈકાલે જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટાભાગની ચીજો પર ટેક્સના રેટ નક્કી કરાયા હતા. સૂત્રોના કહેવા મુજબ જીએસટીની બેઠક દરમિયાન આજે સર્વંસંમતિથી હેલ્થકેર અને એજ્યુકેશન જેવી પ્રાયમરી સર્વિસને રાહત આપવાનો નિર્ણય કરાયો હતો. જીએસટી કાઉન્સિલની બેઠકમાં આજે સર્વિસેઝ ઉપર જીએસટીના દરો નક્કી કરવામાં આવ્યા હતા. પાન, મસાલા, ગુટખા પર ર૩ર ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. લકઝરી ચીજવસ્તુઓ વધુ મોંઘી કરવામાં આવનાર છે. બે દિવસીય બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ લક્ઝરીયસ  વસ્તુઓનો ઉપયોગ ખર્ચાળ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *