સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાને સ્પષ્ટ ચેતવણી આપી ગૌરક્ષાના નામે હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે:મોદી

New Delhi: Prime Minister Narendra Modi addressing at the launch of a new mobile app 'BHIM' to encourage e-transactions during the ''Digital Mela'' at Talkatora Stadium in New Delhi on Friday.  PTI Photo by Subhav Shukla (PTI12_30_2016_000126A)

સંસદનું મોનસુન સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છેત્યારે આજે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌરક્ષાના નામ પર કાયદાને હાથમાં લેનારની સામે કઠોર કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો હતો. આ ઉપરાંત ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર મોદીએ કહ્યું હતું કે, આની સામે સરકારની જીરો ટોલરન્સની નીતિ જારી રહેશે. એમમાનવામાં આવે છે કે, વડાપ્રધાનનો સંકેત આરજેડીના વડા લાલૂ યાદવ અને તેમના પરિવાર સામે થયેલી કાર્યવાહીની તરફ છે.

બેઠક બાદ સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે કહ્યું હતું કે, મિિંટગમાં વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, ગૌરક્ષાના નામે જે હિંસા થઇ રહી છે તેમની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. મોદીએ એમ પણ કહૃાં હતુ કે, કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી છે. આ સંદર્ભમાં એક એડવાઈઝરી પણ રાજ્યોને મોકલી દેવામાં આવી છે જે લોકો આવી હરકતો કરી રહૃાા છે, આવા અપરાધ કરી રહૃાા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આનો રાજકીય લાભ લેવાના પ્રયાસ પણ શરૂ થયા છે પંરતુ આનાથી દેશને કોઇ લાભ થશે નહીં. તમામ રાજકીય પક્ષોને સાથે મળીને આને સમાપ્ત કરવાની દિશામાં વધવું પડશે. દેશમાં આવી ભાવના છે કે, ગૌમાતાની રક્ષા થવી જોઇએ પરંતુ આના માટે કાયદા છે. કાયદાઓને હાથમાં લેવાને કોઇપણ કિંમતે ચલાવી લેવામાં આવશે નહીં. તમામ રાજ્ય સરકારોને આને લઇને કાર્યવાહી કરવી પડશે. અગાઉ મોદી અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ ગૌરક્ષાના નામે થઇ રહેલી હિંસાની નિંદા કરી ચુક્યા છે. બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારની સામે જે લડાઈ છેડાઈ ગઈ છે. તેને જારી રાખવામાં આવશે. તમામ પાર્ટીઓ આમા સહકાર આપે તે જરૂરી છે. મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તેઓ ભ્રષ્ટ નેતાઓને દૂર કરીને કાયદાકીય કાર્યવાહીને  આગળ વધારે.

રાજકીય વર્તુળોમાં હાલમાં જ ભ્રષ્ટાચારને લઇને સૌથી વધારે ચર્ચા લાલૂ યાદવની સામે કરવામાં આવેલી કાર્યવાહીની રહી છે. આવી સ્થિતિમાં મોદીની ટિપ્પણી આને જોડીને જોવામાં આવે છે. અનંતકુમારે એમ પણ કહ્યું હતુ ંકે, ચીન અને કાશ્મીરના મુદ્દા ઉપર રાજનાથિંસહ, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી વચ્ચે ચર્ચા થઇ છે. સમગ્ર દેશ આ મુદ્દે એકમત છે. તમામ રાજકીય પક્ષો કહી ચુક્યા છે કે, અમે સરકારની સાથે છે. સરકાર ગૃહમાં દરેક વિષય ઉપર ચર્ચા માટે તૈયાર છે. વડાપ્રધાને જીએસટીને લઇને બંધારણીય સુધારા, તમામ પ્રદેશોમાં આને અમલી કરવાને લઇને પક્ષોનો આભાર માન્યો હતો. રાષ્ટ્રપતિની ચૂંટણીના ગૌરવને જાળવી રાખવા માટે પણ મોદીએ તમામનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *