સર્વગ્રાહી પ્રવાસન વિકાસ કરવા માટે સાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટીની કરાતી રચના

DEsAR2zUIAEEqsW

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વૈશ્ર્વિક પ્રવાસન પ્રતિષ્ઠા પ્રાપ્ત ગિરીમથક સાપૂતારાના પ્રવાસન સહિતના સર્વગ્રાહી વિકાસ માટે સાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. આ ઓથોરિટી હેઠળ ૪૧૯.૧૨ હેકટર વિસ્તારનો પ્રવાસન હેતુથી આયોજનબધ્ધ વિકાસ હાથ ધરવામાં આવશે. આ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે પ્રવાસન સચિવ રહેશે તેમજ સભ્યો અને આમંત્રિતો સભ્યો સાથે ઓથોરિટીના કુલ ૧૪ સભ્યોની આ ઓથોરિટીના સીઈઓ તરીકે એમડી ગુજરાત ટુરિઝમ જવાબદારી સંભાળશે.
આ ઓથોરિટીની રચના અંગે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી દરખાસ્ત-રજૂઆતને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ નવિન ઓથોરિટીની રચના થતાં સાપુતારાના લાંબાગાળના વિકાસ એટલે કે આગામી ૨૦ વર્ષના સમયને ધ્યાને લઈને વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થશે. આ પ્લાનમાં લેન્ડ યુઝ, જીડીસીઆર, ઈકો ક્ધર્ઝરવેશન અને ઈન્ફ્રાસ્ટ્રકચર માટેની વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે. અત્રે એ નિેર્દેશ કરવો આવશ્યક છે કે, સાપુતારામાં પ્રવર્તમાન નોટિફાઈડ એરિયા સમિતીના માળખામાં પણ આ નવિન ઓથોરિટીની રચના મુજબ ફેરફાર કરાશે. સાપુતારામાં પ્રવાસન વિકાસ સહિતની વિકાસ કામગીરીની સરળતા માટે જરૂરી સત્તાઓ સાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નોટિફાઈડ એરિયાને સુપ્રત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *