સમાજને એક થવાની હાકલ અંબાજીમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાતનું મહાસંમેલન યોજાયું

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ ધામમાં દેશભરમાંથી માઈ ભક્તોનો અવિરત પ્રવાહ દર્શન કરવા આવતો હોય છે. અંબાજીમા એ અંબા બિરાજત થયેલી છે. આ દેવી ક્ષત્રિયોની દેવી પણ ગણાય છે. આજે આ શક્તિપીઠમા યુવા ક્ષત્રિય સેના ગુજરાતનુ મહાસંમેલન યોજાઈ ગયું. જેમા મોટી સંખ્યામા યુવાઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.

આજે અંબાજીના ગબ્બર માર્ગ પર આવેલા પ્રસિદ્ધ “દાદુ મહારાજ”ના આશ્રમમા  યુવા ક્ષત્રિય સેના ગુજરાતનુ મહાસંમેલન યોજાયુ હતુ. જેમાં આ સંસ્થાના પદાધિકારીઓ, યુવા મંત્રી આખા ગુજરાતભરમાથી આવ્યા હતા. જેમાં દોલતરામ બાપુ અને દયારામ બાપુએ અન્ય સમાજની જેમ ક્ષત્રિય સમાજને એક થવાની વાત કરી હતી અને સમાજમાંથી વ્યસનો છોડી અભિમન્યુના સાતમા કોઠામાં કઈ રીતે વિજયી થઇ સમાજ ઉપયોગી કાર્યો કરી શકાય તે માટે પ્રવચન આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં ડોક્ટર દલપતિંસહ પરમાર, ડોક્ટર ભવાનીસિંહ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ અભિજીતિંસહ બારડ અને પાટણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિનયિંસહ ઝાલા હાજર રહ્યાં હતા.

ગુજરાતના ક્ષત્રિય સેનાના ૩-૪ સંગઠનો ભેગા મળી આ સેનાની રચના કરી છે અને આવનારા સમયમા આ સમાજ શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરે અને ક્ષત્રિય સમાજ સંગઠિત થઇ એકવિચાર ધારાથી આગળ વધી આવનારા સમયમા આખા ગુજરાતમા ગામડે ગામડે જઇશું અને વધુમા કહ્યું હતુ કે, આજે ક્ષત્રિય સમાજના અમુક આગેવાનો સાફો બાંધી તલવાર લઇ ક્ષત્રિય સમાજને પોતાની જાગીરી સમજી તેનો રાજકીય ઉપયોગ કરી રહી છે ત્યારે અમે આ સમાજને સંગઠિત કરવા જઈ રહ્યા છે તેમ અભિજીત બારડ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *