સમયસર અગાઉ નિર્ણય થયા નથી આઈએએફમાં ગેપને ટુંક સમયમાં ભરાશે: રક્ષામંત્રી

10-3

સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને આજે કહ્યું હતું કે, છેલ્લા દશકમાં નિર્ણય નહીં લેવાના કારણે ઇન્ડિયન એરફોર્સમાં ગેપની સ્થિતિ છે. આ ગેપને ફરવા માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે ખાતરી આપી હતી કે, ઇન્ડિયન એરફોર્સમાં ખાલી જગ્યાઓને ટૂંકમાં ભરી દેવામાં આવશે. આઈએએફ કમાન્ડરોની દ્વિવાર્ષિક કોન્ફરન્સને સંબોધતા સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે, સર્વિસ વડાઓને આપવામાં આવેલી સત્તાઓનો સંપૂર્ણપણે ઉપયોગ થવો જોઇએ. ફોર્સની જરૂરી જરૂરિયાતોને પૂર્ણ કરવાના પ્રયાસો થવા જોઇએ. સીતારામને એમ પણ કહ્યું હતું કે, સરકાર ગેપને ભરવા માટે કટિબદ્ધ છે. છેલ્લા દશકમાં સમયસર નિર્ણય ન કરવાના કારણે આ સ્થિતિ સર્જાઈ ગઈ છે. ત્રણ દિવસીય આઈએએફ કમાન્ડરોની બેઠક આજે શરૂ થઇ હતી. દેશમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અને ચીની સરહદ ઉપર રહેલી સ્થિતિ વચ્ચે આ બેઠક શરૂ થઇ હતી. ગયા સપ્તાહમાં હવાઈ દળના વડા બીએસ ધનોવા કહી ચુક્યા છે કે, ભારતીય હવાઈ દળ ચીન-પાકિસ્તાનના કોઇપણ ખતરાને પહોંચી વળવા સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *