સબા કરીમ બન્યા BCCIના નવા GM

saba

ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન સબા કરીમે મંગળવારે ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ચીફની જવાબદારી સંભાળી છે. બીજી તરફ તૂફાન ઘોષને નેશનલ ક્રિકેટ એકેડમીના મુખ્ય કાર્યકારી અધિકારી બનાવવામાં આવ્યા છે.

કરીમ અને ઘોષ બંને બીસીસીઆઇના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીને રિપોર્ટ કરશે, કરીમ, જોહરીને બોર્ડના વિઝન અને રણનીતિ બનાવવામાં મદદ કરશે. બીજી તરફ ઘોષ એનસીએમાં ઉચ્ચ સ્તરીય સુવિધાઓ અને સેન્ટ ઑફ એક્સિલેન્સને સ્થાપવામાં મદદ કરશે. બીસીસીઆઇએ એમવી શ્રીધરના અવસાન બાદ ક્રિકેટ સંચાલનના પ્રમુખપદ માટે અરજીઓ મંગાવી હતી. આના માટે સબાએ પણ અરજી કરી હતી અને તેમને આ પદ માટે પસંદ પણ કરવામાં આવ્યા છે. બીસીસીઆઇએ ૨૩ ડિસેમ્બરે કરીમને આ પદ પર નિયુક્ત કર્યા હોવા અંગે જાણકારી આપી હતી.આ પદ મળ્યા પછી હવે સબા કરીમ કોમેન્ટરી નહિ કરી શકે.છેલ્લી શ્રીલંકા સામેની શ્રેણીમાં તે એક કોમેન્ટેટરના રૂપમાં જોવા મળ્યા હતા પણ હવે તે પદ ન રાખી શકે અને એટલા માટે જે હવે જનરલ મેનેજરની જવાબદારી નિભાવશે અને રાહુલ જોહરીને રિપોર્ટ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *