સચ્ચાઈથી કામ કરવા આમીરખાને ટીપ્સ આપી હતી બ્લૂ વહેલ ગેમથી દૂર રહેવું જોઈએ:દર્શીલ

darshil copy

‘બ્લૂ વહેલ’ ગેમ પાછળ લોકો પાગલ છે પરંતુ બાળકોએ તેનાથી દૂર રહેવું જોઈએ. તેનો અંત જીંદગીના અંતથી થાય છે તેમ જાણીતા કલાકાર દર્શીલ સફારીએ કહ્યું હતું.
આમીરખાનની સાથે ફિલ્મ ‘તારે જમી પે’માં બાળકલાકાર સાથે ચમકીને અલગ જ નામ મેળવનારા ગુજરાતી દર્શીલ શફારી ફિલ્મ ‘હેરી પોટર’માં જોરદાર પ્રશંસક છે. ‘એન્ડ પિકચર્સ’ માં હેરી પોટરની આઠ ફિલ્મો હિન્દીમાં બતાવવાના છે તેના પ્રમોશન અર્થે દર્શીલ શહેરમાં આવ્યો હતો.
તેણે વાતચીતમાં જણાવ્યું હતું કે, બાળપણથી જ હું અન્ય બાળકોની જેમ હેરીપોટર સિરીઝનો પ્રશંસક રહ્યો છું. હું ઈચ્છું છું કે, ભારતમાં હેરી પોટર બને તો મને તેમાં ‘હેરી’નું પાત્ર નિભાવવાની તક મળે તે મારો ડ્રિમ રોલ રહ્યો છે. પાટણના વતની દર્શીલે કહ્યું હતું કે, મેં કાલા જાદુ વિષે સાંભળ્યું છે દરરોજ મંદિર જઈને પ્રાર્થના કરું છું ઈશ્ર્વરની શકિતથી આવા તત્વો દૂર રહે છે તે હું જાણું છું.
એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેણે કહ્યું હતું કે, બ્લૂ વહેલ ગેમ બાળકોે તો રમવી જ ન જોઈએ તે ગેમનો અંત જીંદગીના અંતથી થાય છે આ ગેમ પાછળ લોકો પાગલ છે. જીંદગી જીવવા માટે હોય છે ઘણું બધુ કરી શકાય છે તેને ટૂંકાવવાની જરૂર નથી.
ગુજરાતી ફિલ્મોની ઓફર આવશે તો જરૂરથી કરીશ તેમ કહી તેણે ઉમેર્યું હતું કે, અભિનેત્રી શ્ર્વેતા તિવારીની પુત્રી પલક સાથે ફિલ્મ ‘કવીકી’માં હું ટૂંકમાં આવનાર છું. પલકની આ પ્રથમ ફિલ્મ છે.
આમીરખાન સાથેના કામ અને અનુભવ બાબતે દર્શીલે કહ્યું હતું કે, હંમેશા તેઓ ફિલ્મના શૂટીંગ સમયે એાબ્ઝર્વેશન કરતા રહેતા હતાં. હું તો ૧૦ વર્ષનો હતો તેથી મજાક-મસ્તી સાથે તેમની સાથે કામ કરી ઈન્જોય કરતો હતો,
આમીરખાનના મગજમાં હંમેશા ‘દર્શકો’ રહેતા હતાં.
તેએાએ મને એક વાત કહી હતી તે હું જીંદગીભર નહીં ભુલું તેઓએ કહ્યું હતું કે, જે પણ કામ કરો તે સચ્ચાઈથી કરો દિલ લગાવીને કરો. છેલ્લે તેણે ફરીથી કહ્યું હતું કે, હું પરિવાર સાથે હેરીપોટરની સિરીઝ જોવા જતો હતો. તેની દરેક ફિલ્મ જોવા તરસતો હતો તમામ ફિલ્મો નિહાળવા જેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *