સંસદને ગેરમાર્ગે દોરવાનો સ્મૃતિ ઉપર ગંભીર આક્ષેપ કરાયો સ્મૃતિ સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવા કોંગ્રેસનો નિર્ણય

35679384

વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ જેએનયુ વિવાદ અને હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થીની આત્મહત્યાના મુદ્દે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાની સામે વિશેષાધિકાર દરખાસ્ત લાવવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતુ કે કોંગ્રેસ આ દરખાસ્ત લાવનાર છે. તેમણે કહ્યું હતુ કે સ્મૃતિ ઇરાની દ્વારા ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જે ખતરનાક છે. પૂર્વ કેન્દ્રિય પ્રધાન કુમારી શેલજા અને મનિષ તિવારીની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે આ મુજબની વાત કરી હતી.તેમણે કહ્યું હતુ કે પ્રધાને સાચી વાત કરી ન હતી. સાથે સાથે સંસદને ગેરમાર્ગે દોરી હતી. યુવા દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાના મામલે સ્મૃતિ ખોટી વાત કરી રહ્યા છે. વાસનિકે કહ્યું હતુ કે સંસદમાં ઇરાની દ્વારા કરવામાં આવેલુ નિવેદન રોહિતની માતા દ્વારા કરવામાં આવેલા નિવેદન કરતા બિલકુલ અલગ છે. ભાજપ અને કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ પ્રધાનની કેમ્પસ રાજનિતીના કારણે માતાએ પુત્ર ગુમાવી દીધો છે. રોહિતની માતા આ સંબંધમાં નિવેદન કરી ચુકી છે. રોહિતની માંતા દ્વારા કરવામાં આવેલા નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસી નેતાએ ભાજપ સરકાર પર તેજાબી પ્રહારો કર્યા હતા. રોહિતની માતા રાધિકાએ શુક્રવારે કહ્યું હતુ કે તેઓ સ્મૃતિ ઇરાનીને મળવા માંગે છે. રોહિત રાષ્ટ્ર વિરોધી હતો તે બાબત સ્મૃતિ ઇરાની ક્યા આધાર પર કરી રહ્યા છે તે વાત તેઓ જાણવા માંગે છે. જેએનયુ અને રોહિતના મામલે સ્મૃતિ ઇરાનાના નિવેદનને લઇને છેલ્લા કેટલાક દિવસથી જોરદાર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહૃાો છે. વિરોધ પક્ષોએ ભગવાન સામે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓનો ઉલ્લેખ રાજ્યસભામાં કરવા બદલ સ્મૃતિ પાસેથી માફીની માંગ કરી હતી. સ્મૃતિએ કહ્યું હતું કે, તેઓ માફી માંગશે નહીં. કારણ કે, જેએનયુના વિદ્યાર્થીઓ સામે તેમના નિવેદનમાં પુરાવાની વાત થઇ રહી છે. કોંગ્રેસની ઝાટકણી કાઢતા ભાજપના સભ્યોએ કહ્યું હતું કે, જેએનયુની મુલાકાત લેવા બદલ રાહુલની ટિકા થતાં કોંગ્રેસ પાર્ટી આ મુદ્દો ઉઠાવી રહી છે. રોહિત વેમુલા આત્મહત્યા મામલે ગઇકાલે રાજ્યસભામાં બસપના નેતા માયાવતી અને શિક્ષણ પ્રધાન સ્મૃતિ ઇરાની વચ્ચે જોરદાર સામસામે આક્ષેપબાજી થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *