સંતરામપુર નગરમાં વનબંધુ કલ્યાણ હેઠળ અપાતા ખાતરની વ્યવસ્થા ખોરવાઈ

સંતરામપુર નગરમાં વન બંધુ કલ્યાણ હેઠળ આપવામાં આવતું ખાતર વ્યવસ્થા ખોરવાઈ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.સંતરામપુર નગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા ૧ માસથી બીપીએલ ખેડૂતોને ત્રણ થેલી ખાતર અને બે થેલી મકાઈ એ રીતના ૫૦૦ રૂપિયા ભરીને કીટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલું હતુ. કેટલાક સમયથી વ્યવસ્થા ખોરવાતા સંતરામપુર તાલુકાના સંખ્યાબંધ ગામોના ખેડૂતો ખાતર વગર પરત ફરતા હોય છે. પાંચ દિવસથી ખેડાપા ગામના ખેડૂતો ખાનગી વાહન લઈ આવીને ખાતર ના મળતા ભાડુ બગાડીને પાછા પરત ફરતા હોય છે અને ખોટી રીતે મુશ્કેલી વેઠી રહેલા છે. આ ખાતર ના મળતા ભરચોમાસાની સિઝનમાં ખેડૂતોની ખેતી બગડી રહી છે અને રોજ સમય બગાડીને નિરાશ થઈને પાછા ફરતા હોય છે. સ્ટોક અને વ્યવસ્થાના અભાવે આજે ખેડૂતો હાલાકી ભોગવી રહેલા છે. સરકાર દ્વારા તમામ ખેડૂતોને કીટ વિતરણ કરવાનું અને લાભ આપવાનો નક્કી કરેલ હતું. અહીંયા તો વ્યવસ્થાનો અભાવ અને કેટલાક ખેડૂતો સાથે વ્હાલા-દવલાની નીતિ રાખી એવા આક્ષેપો કરેલા છે. ચોમાસાની સિઝનમાં વહેલી તકે વ્યવસ્થા કરીને તમામ ખેડૂતોને એક જ ફેરામાં ખાતર મળે તેવી સંખ્યાબંધ ખેડૂતોની રજૂઆત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *