સંતરામપુરમાં છેલ્લા ૩ માસથી મામલતદારની જગ્યા ખાલી

સંતરામપુર મામલતદાર કચેરીમાં મામલતદારની જગ્યા ૩ માસથી ખાલી રહેતાં વિકાસકામો અટવાયા છે.

સંતરામપુર મામલતદાર કચેરીમાં ડિસેમ્બર અંતે મામલતદારની બદલી થઈ હતી. ત્યાર પછી ૩ માસ  વિતવા છતાંય હજુ સુધી મામલતદારની જગ્યા ભરાઈ જ નથી. મામલતદાર ના હોવાના કારણે વહીવટીતંત્ર ખોરવાયું અને કેટલીક અગત્યની કામગીરી સ્થગિત જોવા મળેલ છે.

જ્યારે અરજદારો જાતિના ઉન્નત વર્ગના એવા દાખલા કાઢવા માટે મામલતદાર ના હોવાના કારણે ઘણા ધક્કા ખાવા પડતા હોય છે. જ્યારે બીજી બાજુ ર૪ પંચાયતની ચૂંટણી થવાની છે. આ સમયમાં મામલતદારની નિમણુંક થવી જરૂરી છે.

મામલતદાર ના હોવાના કારણે ચૂંટણીની કામગીરી અડચણોના એંધાણો જોવા મળેલા છે. વહીવટી તંત્ર ખોરવાઈ ગયેલું જોવા મળેલ છે. મધ્યાહન ભોજન પુરવઠા એટી.વીટી મહેસુલ રજીસ્ટાર તમામ ખાતાના કામગીરી મામલતદારના હસ્ત્ો આવતું હોય છે. મામલતદાર ના હોવાના કારણે તમામ ખાતાઓની કામગીરી નિષ્ફળ અને મંથરગતિ જોવા મળેલી છે. અને મામલતદારના ના હોવાના કારણે આથી કચેરીમાં લાલિયાવાડી ચાલી રહેલી છે. કોઈ પણ ખાતાવડા અરજદારોને વ્યવહારિક રીતે જવાબ આપવા તૈયાર નથી.

આજે મામલતદાર ના હોવાથી અરજદૃાોને મુશ્કેલી ભોગવવાનો વારો આવેલો છે. બીજી બાજુ પુરવઠા જેવી શાખામાં કામગીરી અને બજારોમાં સરકારે ગોડાઉનમાં ગેરરીતિની ફરિયાદો ઊભી થયેલી છે. સંતરામપુર નગરમાં રાબેતા મુજબ મામલતદારની નિમણુંક કરવામાં આવે તેમ સ્થાનિક રહીશો ઈચ્છી રહૃાાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *