સંતરામપુરમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માંગણી

સંતરામપુર નગરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર અનેક પાકા અને કાચા દબાણો છે. આ દબાણો દૂર કરવામાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાંય દબાણો દૂર કરવામાં તંત્રની મનસ્વી નીતિ જોવા મળેલ છે. આ નગરમાં કેટલાક દબાણો તો નજર હેઠળ જોવાય પણ તંત્ર લાચાર બની ગયું છે. સંતરામપુર નગરપાલિકા બગીચો બનાવવા માટે અને શાકમાર્કેટ બનાવવા માટે સરકારની જમીનની શોધવામાં પડી છે. જુના નકશા પ્રમાણે સંતરામપુર નગરમાં સરકારની ખરાબાની સંખ્યાબંધ એકરોમાં સરકારી જમીનમાં દબાણ કરી મુકેલું છે. જો આ સરકારી જમીનમાંથી દબાણ દૂર કરવામાં આવે તો નગરપાલિકા સરકારી જમીન માટે ફાંફા મારવાની જરૂર ના પડે. હાલમાં નગરમાં મુખ્ય રસ્તાની કામગીરી હાથ ધરી છે તો નગરના વિકાસ માટે રોડ ઉપર આડેધડ બાંધકામ કરેલા છે. તેને નગરજનોએ આ બાબતની રજૂઆત કરીને નગરમાં રસ્તાઓ ખુલ્લાં થઈ જાય તેવી માંગ ઉઠેલ છે.

સંતરામપુરમાં જિલ્લા કલેક્ટરએ લોકોની પ્રોપર્ટી કેટલી અને સરકારની પ્રોપર્ટી કેટલી તમામનું સર્વે કરાવીને તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર રીતે જમીનનો કબજો કરેલા લોકોને તાત્કાલિક અસરથી દૂર કરવું જોઈએ. જિલ્લા કલેક્ટર, પ્રાંતઅધિકારી, મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા, રેવન્યુ, સિટી સર્વે, તમામ ખાતાઓને તાત્કાલિક અસરથી મિટિંગ બોલાવીને નગરમાં થયેલા ગેરકાયદે બાંધકામને તાત્કાલિક અસરથી  દૂર થવા જોઈએ તેવી સંતરામપુરના સંખ્યાબંધ નગરજનોની રજૂઆત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *