શ્રેણીબદ્ધ ફિલ્મ નિર્માતા સાથે પ્રિયંકાની મુલાકાત પ્રિયંકા ટુંક સમયમાં મુંબઇમાં

Priyanka-Chopra

અમેરિકન ટીવી શો ક્વાન્ટિકો-ર માટે હાલમાં જ શુટિંગ પૂર્ણ કરી ચુકેલી બોલિવુડની નંબર વન અભિનેત્રી પ્રિયંકા ચોપડા ટુંક સમયમાં ફરી મુંબઇ પહોંચી રહી છે. મુંબઇમાં પહોંચ્યા બાદ તે જુદા જુદા બોલિવુડ પ્રોજેક્ટ અને જાહેરાતોના સંબંધમાં ફિલ્મ નિર્માતાઓ અને કોર્પોરેટ જગતની હસ્તીઓ સાથે વાતચીત કરનાર છે. મળેલી માહિતી મુજબ તે ક્વાન્ટિકો-૩માં પણ કામ કરનાર છે. જો કે આના માટે શુટિંગ મોડેથી શરૂ કરવામાં આવનાર છે. મુંબઇ પહોંચ્યા બાદ તે તરત જ જુદા જુદા પ્રોજેક્ટમાં વ્યસ્ત બની જશે. ૩૪ વર્ષીય પ્રિયંકા ચોપડા કેટલીક જાહેરાતો માટે પણ શુટિગ કરનાર છે. મળેલી માહિતી મુજબ પિન્ક ફિલ્મના નિર્દેશક અનિરુદ્ધ રોય ચૌધરીની એક ફિલ્મમાં પણ તે કામ કરવા જઇ રહી છે. જેનુ નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યુ નથી. આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ રહેશે. ફિલ્મના સહ નિર્માતા તરીકે પ્રિયંકા ચોપડા રહી શકે છે. આગામી સપ્તાહમાં ચોધરી સાથે તેની બેઠક નક્કી કરવામાં આવી છે. પિન્ક ફિલ્મને હાલમાં મોટી સફળતા મળી હતી. જેમાં અમિતાભ બચ્ચન અને તાપ્સી પન્નુની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ અનેક એવોર્ડ જીતી ગઇ હતી. આ સસ્પેન્સ ફિલ્મનુ શુટિંગ વર્ષના મધ્યથી મુંબઇ, ગોવા,  કોલક્તામાં કરવામાં આવનાર છે. વર્ષને ર૦૧૮માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રિયંકા ચોપડા મુંબઇ પહોંચ્યા બાદ કેટલાક પ્રોજેક્ટ પર વાતચીત કરીને અને જાહેરાત અને બ્રાન્ડમાં શુટિંગ કરીને પરત ફરશે. ટુંકા વિરામ બાદ તે ફરી અમેરિકા જશે. જ્યાં તે પોતાની પ્રથમ હોલિવુડ ફિલ્મ બેવોચના પ્રમોશન અને શુટિંગમાં વ્યસ્ત થનાર છે. આ ફિલ્મ મે મહિનામાં રજૂ કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *