શ્રમપ્રધાન બંદારૂ દત્તાત્રેય દ્વારા જાહેરાત કરવામાં આવી ઈપીએફ ઉપર ૮.૬૫ ટકાના વ્યાજદરને મળેલી લીલીઝંડી

Bandaru_dattatreya

શ્રમપ્રધાન બંદારૂ દત્તાત્રેયે આજે કહ્યું હતું કે નાણા મંત્રાલેય વર્ષ ર૦૧૬૦૧૭ માટે ઈપીએફ ડિપોઝીટ ઉપર ૮.૬૫ ટકાના વ્યાજ દરને લીલી ઝંડી આપી દીધી છે. પ્રધાનનું નિવેદન એવા સમયે આવ્યું છેે જ્યારે આને લઈને હાલમાં ચર્ચા ચાલી રહી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એમ્પલોઈઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશનની ઈપીએફઓ ટ્રસ્ટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલા ૮.૬૫ ટકા કરતા ઓછો વ્યાજ દર મળશે તેવી ફોર્મલ સેકટરના વર્કરોમાં પ્રવર્તી રહેલી દહેશત આની સાથે જ દુર થઈ ગઈ છે. ઈપીએફ ઉપર ૮.૬૫ ટકાના વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે. આનાથી મોટી સંખ્યામાં ગ્રાહકોને સીધો ફાયદો થશે. નાણા  મંત્રાલય ૮.૬૫ ટકાના વ્યાજ દર ઉપર સહમત થયું છે. હવે વિધિવત ચર્ચાનો દોર પુરો થઈ ચુક્યો છે. નેશનલ સેટી એવોર્ડના ભાગરૂપે પત્રકારો સાથે વાતચીત કરતા પ્રધાને આ મુજબની વાત કરી હતી. હવે તરત જ જાહેરનામું જારી કરાશે. ચાર કરોડથી વધુ ધારકોને આ વ્યાજદર મળશે. પ્રધાને કહ્યું હતું કે ટેક્સ ફ્રી ગ્રેજ્યુઈટીની મર્યાદા ડબલ કરવા સાથે સંબંધિત ગ્રેજ્યુએટી એક્ટના સુધારવામાં આવેલા બિલને ટૂંક સમયમાં જ મંજુરી માટે કેન્દ્રિય કેબિનેટ સમક્ષ રજુ કરાશે. એમ્પલોઈઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટીએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ઈપીએફ ઉપર ૮.૬૫ ટકાના રેટને મંજુરી આપી હતી. અગાઉ વર્ષ ર૦૧૬-૧૭ માટે એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ પર ૮.૬૫ ટકાના વ્યાજદર સાથે આગળ વધવા શ્રમ મંત્રાલયને નાણામંત્રાલય દ્વારા પરવાનગી આપી દેવામાં આવી હતી. આના કારણે આશરે ૪ કરોડ જેટલા ઈપીએફ સભ્યોને ફાયદો થશે. નાણામંત્રાલયે હાલમાં જ શ્રમ મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને એવો નિર્ણય લેવાયો હતો કે, ઇપીએફ ઉપર વ્યાજદર ૮.૬૫ ટકા રહેવો જોઇએ. એમ્પ્લોઇઝ પ્રાવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) ટ્રસ્ટી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ વ્યાજદર ૮.૬૫ ટકા રાખવા શ્રમ મંત્રાલયને મંજુરી આપી દીધી હતી. નાણા મંત્રાલયે શ્રમ મંત્રાલયને કરેલી ભલામણમાં કહેવામાં આવ્યું હતું કે, વ્યાજદર શુ રાખવો જોઇએ તે અંગે શ્રમ મંત્રાલયે નિર્ણય લેવો જોઇએ. નાણા મંત્રાલયે અગાઉ સૂચન કર્યું હતું કે, ઇપીએફ રેટ ટ્રસ્ટી દ્વારા મંજુર કરવામાં આવેલા દર કરતા ઓછો રહેવો જોઇએ. નાની બચતના દર સાથે આ વ્યાજદરને સંતુલનમાં જાળવવાની વાત કરવામાં આવી હતી. શ્રમ પ્રધાન બંદારુ દત્તાત્રેયે ભારપૂર્વક કહ્યું છે કે, ઇપીએફઓ ગ્રાહકો વર્ષ ર૦૧૬-૧૭ માટે ૮.૬૫ ટકાનો વ્યાજદર મેળવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ ૮.૬૫ ટકા વ્યાજદર આપવાનો નિર્ણય કર્યો હતો. આમારા મંત્રાલયો દ્વારા નાણાં મંત્રાલય સાથે સતત ચર્ચા કરી હતી. ૮.૬૫ ટકાનો વ્યાજદર આપવા માટે ૧૫૮ કરોડ રૂપિયા પહેલાથી જ પડેલા છે. નાણા મંત્રાલય તરફથી વ્યાજદરને મંજુરી મળી ગયા બાદ ઇપીએફઓના સભ્યોના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. નાણામંત્રાલયે ગયા વર્ષે પણ સીબીટી દ્વારા કરવામાં આવેલા નિર્ણય મુજબ વર્ષ ર૦૧૫-૧૬ માટે ૮.૮ ટકાના ઇપીએફ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતોઅને ૮.૭ ટકા કર્યો હતો. આના કારણે તમામ વર્ગ તરફથી નારાજગી જોવા મળી હતી તેના પરિણામ સ્વરુપે અંતે સરકારને ૮.૮ ટકાનો વ્યાજદર જાળવી રાખવાની ફરજ પડી હતી. નાણામંત્રાલયે પીપીએફ જેવી બચતની સ્કીમો ઉપર રિટર્ન ઘટાડવાના સંદર્ભમાં ઇપીએફ વ્યાજદરને તર્કસંગત બનાવવા શ્રમ મંત્રાલયને સૂચન કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *