શેવાળ-લીલના જાડા, વિશાળ થર દરિયામાં પથરાયેલા હોવાથી માછલી સહિતની જીવસૃષ્ટિ જોખમમાં ઓમાનથી ભારત સુધી અરબી સમુદ્ર શેવાળના કારણે લીલો થઈ રહ્યો છે

a4

ઓમાનનો અખાત વર્ષમાં બેવાર લીલો થઈ જાય છે. છેક ભારત સુધી લંબાતા અરબી સાગરમાં મેકિસકોનાં કદ જેટલી શેવાળ ફૂટી નીકળતી હોવાથી આવુ બને છે.
શેવાળ-લીલનો અભ્યાસ કરતાં વિજ્ઞાનીઓ કહે છે કે જલવાયુ પરિવર્તનનાં કારણે સર્જાયેલી નવી સ્થિતિમાં માઈક્રોસ્કોપિક ઓર્ગેનીઝમ વિકસી રહ્યા છે. એ કારણે સ્થાનિક દરિયાઈ એવા ખોરાકમાં ઝુપ્લાન્કટન અદ્રશ્ય થઈ રહ્યા છે. આ કારણે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિ પર જોખમ ઉભુ થયુ છે.
ઓમાનમાંથી સુલ્તાન કાબુસ યુનિવર્સીટીના દરિયાઈ જીવવિજ્ઞાની ખાલીદ અલ હાશ્મી જયાં શેવાળ ફૂટી નીકળ્યો છે એ નજીક રીસર્ચ જહાજ સરકી રહ્યું હતું ત્યારે નાક સંકોડતા કહે છે કે દરિયો ગંધાઈ રહ્યો છે. દેખીતી રીતે જ તેમણે આ ઘટનાને અલગી (શેવાળ)માંથી છૂટી રહેલા એમોનિયાનો ઉલ્લેખ કર્યો હતો.
સંશોધકોનાં જણાવ્યા મુજબ શેવાળ ઓમાનનાં બંદર-અલ જિસ્સાર સુધી તણાઈ આવે છે. શેવાળનાં કારણે પૃથ્વીમાં સ્થાનિક વાતાવરણ જીવસૃષ્ટિનો સંહાર થયો છે. એલ્ગી માછલીઓને પંગુ કરી શકે છે. તેમની ત્વચા રૂંધી શકે છે અને તેમને ગુંગળાવી નાખવા ઓકસીજન શોધી લે છે. વહેલ કાચબા, ડોલ્ફીન, શેવાળનાં ઝેરી તત્વોના કારણે એટલાંટીક અને પ્રશાંતમાં મૃત્યુ પામ્યા છે. શેવાળનાં ઝેરી તત્વોના કારણે સમગ્ર મરીન ફૂડ એન્સને અસર થઈ છે અને અમુક કિસ્સાઓમાં માણસો પણ મૃત્યુ પામ્યા છે.
ઉતર અમેરીકા,થાઈલેન્ડ, અને સિઅલ્સમાં શેવાળનો કદડો લીલો છે. પણ ફલોરીડામાં રાતો છે ઉતર એટલાંટીકમાં ચોક જેવો સફેદ છે અને યુજેટ સાઉન્ડમાં નારંગી રંગનો છે આઈરીશ એને “અરબી ભુત કહે છે.તાઈવાનીઝ “બ્લુ રીઅર્સ ગણાવે છે.
નાસાના ઉપગ્રહોએ ઝડપેલી તસ્વીરોનાં આધારે અમેરીકી સ્પેસ એજન્સીઓ શેવાળને બાન ગોગનાં પેઈન્ટીંગ જેવી વર્ણવી હતી. ૨ માર્ચ ૨૦૧૭ એ લેવાયેલી તસ્વીરમાં અરબી સમુદ્રમાં ઓમાનનાં કાંઠેથી છેક પાકિસ્તાન થઈ ભારત સુધી શેવાળના થર જોવા મળ્યા હતા. હજુ ૩૦ વર્ષ પહેલાં ઓમાનનાં અખાતમાં શેવાળ અદ્રશ્ય હતી. હવે તે વિશળ કદ, આકારમાં જોવા મળી રહી છે.
સેટેલાઈટ ટેકનોલોજીનાં કારણે વિજ્ઞાનીઓ હવે દરીયાઈ શેવાળને હવા અને પાણીનાં પ્રદુષણનાં ઉંચા સ્તર સાથે સાંકળવામાં સફળ રહ્યા છે.
એહમદ અલ અલાવી નામના યુવા સંશોધનકારનાં જણાવ્યા મુજબ ભારતથી લઈ ઓમાન સુધી શેવાળનાં થર વિસ્તરી રહ્યા છે. વળી, શેવાળનાં થર મોટા થઈ રહ્યા છે. અને લાંબા સમય સુધી પથરાયેલા રહે છે.
કોલંબીયા યુનિવર્સીટીનાં સંશોધકોના મત મુજબ ઓમાનમાં જોવા મળતા શેવાળનાં થરને હિમાલયનાં બરફ પીગળવા સાથે સીધો સંબંધ છે ઓછા હીમના કારણે દક્ષિણ એશીયામાં તાપમાન વધ્યુ છે અને ભારતીય મહાસાગરનું નૈઋત્ય ચોમાસું મજબુત બન્યુ છે. આ વાતાવરણ દર વર્ષે અરબ સમુદ્રમાં આગળ વધે છે અને ઓછા ઓકસીજનવાળા પાણીના થર (શેવાળ) જામે છે. એ કારણે ૧.૨ અબજ વર્ષ જુની શેવાળની વૃધ્ધિને વેગ મળ્યો છે.
સંશોધકો જહાજ ઉપગ્રહો અને સેન્સર્સની મદદથી શેવાળનાં પડ શોધી રહ્યા છે. સમુદ્રમાં શેવાળનાં કદડાના કારણે વહાશવટાને પણ અસર પડી રહી છે. સમુદ્રનાં પેટાળમાં ગેસ ઈન્ફ્રાસ્ટ્રકચર રીપેર કરવા ડાઈવર્સને પણ મુશ્કેલીઓ પડી રહી છે. ઓમાનનાં તાજા-સ્વચ્છ પાણીમાં ડિસેસીનાઈઝેશન પ્લાંટનો ૯૦ ટકા હિસ્સો છે. શેવાળનાં કારણે પ્લાંટનાં પાઈપમાંથી આવતો પ્રવાહ રૂંધાઈ જાય છે. શેવાળના કારણે માછલીઓ અને અન્ય જીવ સૃષ્ટિનો સંહાર થઈ રહ્યો છે ત્યારે વધુ વ્હેલ શાર્કસ આકર્ષાઈ છે. પણ ટુરીસ્ટ-ડાઈવર્સ લીલી, કાદવવાળી શેવાળ જોતાં દુર ભાગી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *