શું દિલ્હીના પ્રદુષણ માટે ફકત ફટાકડા જ જવાબદાર છે?

diwali crackers4

યાદ કરો તમારૂ એ બચપણ જયારે દિપાવલી પર પાપાની આંગળી પકડીને ફટાકડા લેવા જતા અને ધનતેરસથી લઈને છેક દેવદિવાળી સુધી વાતાવરણમાં ફટાકડાના અવાજ અને પોટાશની ગંધ રહેતી હતી. પણ દિલ્હીના લાખો બાળકો આ એક આનંદથી વંચિત રહી જશે અને તે માટે તેના વડીલોથી લઈને સરકારી તંત્ર દોષિત છે. પાટનગરમાં એક વર્ષનાં અંતરાલ બાદ ફરી એક વખત ફટાકડા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને તેમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે દિલ્હીના અને કેન્દ્રનાં પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે જ ભલામણ કરી હતી.
દેશમાં હવાના પ્રદુષણમાં દિલ્હીનું એર પોલ્યુશન હંમેશા ચર્ચામાં રહ્યું છે. જોકે એર પોલ્યુશનથી સમસ્યા ફક્ત દિલ્હીની જ નથી પરંતુ જે રીતે દેશમાં વાહનોની સંખ્યા વધતી જાય છે ફેકટરીઓ રહેણાંક સહીતના વિસ્તારો ધમધમવા લાગ્યા છે.સિમેન્ટ ક્રોંક્રીટના જંગલ જેવી ઈમારતો વધતી જાય છે અને વૃક્ષો ઘટતા જાય છે તેના કારણે એર પોલ્યુશનની સમસ્યા છે. પરંતુ ફકત તેના માટે ફટાકડાને જ ટાર્ગેટ શા માટે! તર્ક એવો વ્યકત થયો કે ૨૦૧૫ માં સુપ્રિમ કોર્ટે આ પ્રકારનો પ્રતિબંધ મુકયો હતો તે સમયે દિપાવલી સમયે દિલ્હીનું એર પોલ્યુશન ઘટયુ હતું અને ફરી ૨૦૧૬ માં ફટાકડાથી છૂટ અપાઈ તો દિલ્હીનું એર પોલ્યુશન ફરી વધી ગયુ છે. માનવામાં કોઈ વાંધો નથી કે ફટાકડા-જેમા સલ્ફરનો ઉપયોગ થાય છે તે હવામાં ભળવાથી સલ્ફર ડાયોકસાઈડનું સર્જન થાય છે.જે એર પોલ્યુશનની સમસ્યા વધારે છે પણ ફકત અને ફકત ફટાકડાથી દિલ્હીમાં એર પોલ્યુશન વધે છે તે દલીલ તર્ક વગરની છે.
દિલ્હી સ્થિત નોન-પ્રોફીટ-સંગઠન સેન્ટર-ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટના રીપોર્ટ મુજબ વાસ્તવમાં દિલ્હી અને એનસીઆરમાં ઓકટોબર-નવેમ્બર (જે સમયે દિપાવલી હોય છે) તે સમયે હવાનું પ્રદુષણ ઉંચુ જવાનું મુખ્ય કારણ પાડોશી પંજાબ-હરિયાણા-ઉતર પ્રદેશમાં જે ખરીફ પાકની લલણી થાય છે પછી ખેતરમાં જે સુકાયેલો કચરો વધે છે તેને ખેડુતો સળગાવે છે જે પ્રદુષણમાં વધારો કરે છે. આ તારણને અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા “નાસા એ પણ સમર્થન આપ્યું છે. દિલ્હીમાં એર પોલ્યુશન વિભાગે હવાની કવોલીટી ખરાબ થાય તો તેની ફરીયાદ કરવા “હવા બદલોએપ લોન્ચ કયુર્ં છે તેના પર જે ફરીયાદો આવે છે તે સપ્ટેમ્બર-નવેમ્બરના સમય ગાળામાં સૌથી વધુ હોય છે.આ સમયમાં ખેતરોમાં કચરો બાળવાથી લઈને દિપાવલીની ઉજવણીનો સમાવેશ થાય છે. જયારે ભારતીય હવામાન વિભાગે તેનું તારણ આપતા કહ્યું કે નૈઋત્યના ચોમાસાની વિદાય બાદ દિપાવલી આસપાસ હવાની ગતિ ધીમી પડી જાય છે. ઓકટોબરના અંત સુધીમાં ઉતર પશ્ર્ચિમ હવા વહેતી હોય છે. પણ બાદમાં તે પલટીને હવાની ગતિ ધીમી પડે છે અને તે પશ્ર્ચિમી હવા વહે છે જે વધુ ભેજવાળી હોય છે અને તેથી તેનુ પ્રદુષણ વધારવામાં સહાયભુત થાય છે.આ ઉપરાંત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયમેન્ટના રીપોર્ટ મુજબ એર પોલ્યુશન વધારવામાં દિલ્હીનાં દિપાવલી ટ્રાફિકનો સૌથી મોટો ફાળો છે. પાટનગરમાં જેટલા વાહનો હોય છે તે માર્ગ પર આવી જાય છે જે પોલ્યુશન વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
હવે સુપ્રિમ કોર્ટે આજે જે આદેશ આપ્યો તેની પાછળની સ્ટોરી જોઈએ સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એ.કે.સીકીએ તેના ચુકાદામાં જ કહ્યું કે જે સપ્ટે-૧૨ નો ઓર્ડર જેમાં ફટાકડા વેચવાની મંજુરી અપાઈ હતી તે હવે તા.૧ નવેમ્બરથી લાગુ થશે. આ અગાઉ દિલ્હીમાં જે ફટાકડાના વેપારના લાયસન્સ હતા તેને સસ્પેન્ડ કરતો ચુકાદો તે સમયે સ્થગિત કરાયો હતો. હવે સુપ્રિમ કોર્ટ કહે છે કે અમો એ જોવા માગીએ છીએ કે ફટાકડાની અસર હવાના પ્રદુષણ પર કેટલી છે! ચોકકસ પણે દિલ્હીનુ હવાનું પ્રદુષણ ચિંતાજનક તબકકે છે અને તેથી તેનો ઉપાય શોધવો જરૂરી છે પણ શા માટે તેનો સર્વગ્રાહી અભ્યાસ નહીં. હવે તા.૧૨ સપ્ટેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટ લાયસન્સ સસ્પેન્શનનો આદેશ પરત ખેંચ્યો હતો જેથી આ વર્ષે ફટાકડા વેચી શકાશે તેવી ગણતરીએ પાટનગરમાં હજારો વેપારીઓએ ફટાકડાના તેના ઓર્ડર જે અગાઉ જ આપ્યા હતા તેના માલની ડીલીવરી લઈને સ્ટોર સજાવી દીધા હતા. એક અંદાજ મુજબ રૂા.૧૦૦૦ કરોડનો ફટાકડાનો સ્ટોક દિલ્હીમાં છે જે હવે વેચી શકાશે નહી તો વેપારીમાં સ્ટોક લઈને કયાં જાય? સુપ્રીમ કોર્ટ તા.૧૨ સપ્ટે.ના જે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો તેને પડકાર ફેકાયો હતો તે ત્રણ બાળકોના નામે અરજી થઈ હતી. જેમાં જણાવાયું કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને દિલ્હી સરકારે તે સમયે જે રજુઆત કરી હતી તેમાં કેટલાક સત્યો છૂપાવાયા હતા.
જેના કારણે સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે ૨૦ વર્ષ જૂનો એક રીપોર્ટ હતો જે ફટાકડાના ધુમાડાથી જે સલ્ફર ડાયોકસાઈડ પેદા થાય છે. તેના સંબંધનો હતો. ૧૯૯૭માં સુગન કાર્થિક વિ. લેફ. ગવર્નર ઓફ દિલ્હીના કેસ નં. ૩૩૬૪માં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દિલ્હી હાઈકોર્ટમાં એવી રજુઆત કરી હતી કે દિપાવલી સમયે રાત્રીના ૯થી મધરાત્રી સુધી વાતાવરણમાં સલ્ફર ડાયોકસાઈડનું પ્રમાણ ખૂબ જ ઉંચુ જાય છે.
જો કે અદાલતમાં પીટીશન કરનારના ધારાશાસ્ત્રીએ સ્વીકાર્યુ કે દિલ્હીમાં ફટાકડા સિવાય અન્ય કારણોસર પણ પ્રદૂષણ ઉંચુ જાય છે. જો કે પાટનગરના ફટાકડાના જથ્થાબંધ વેપારીઓ વતી રજુ થયેલા ધારાશાસ્ત્રીએ એ પુરાવા સાથે રજુઆત કરી કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ પ્રતિબંધને માટે પોલીસને જે રીપોર્ટ રજુ કર્યો છે તે પણ ૪-૧૧-૧૯૯૬નો છે. આ બાબત પણ સુપ્રીમ કોર્ટને જણાવાયુ નથી. ઉપરાંત આ કેસમાં અદાલતને સહાય કર્તા ધારાશાસ્ત્રીએ ૧૪-૯-૧૯૯૮નો રીપોર્ટ રજુ કરીને પાટનગરમાં ફલાઈંગ ક્રેકર્સ- જેમકે રોકેટ અને એટમબોમ્બ કે તેવા શક્તિશાળી અવાજ કરતા ફટાકડા પર પ્રતિબંધની માંગ કરી હતી. અગાઉ ચાલું વર્ષે સુપ્રીમ કોર્ટમાં ત્રણ બાળકોએ અરજી કરીને રાઈટ-ટુ-કલીન એર આરોગ્યપ્રદ અને શ્ર્વાસમાં લઈ શકાય તેવી હવાના અધિકાર બંધારણની કલમ ૨૧માં અપાયો છે તેવું જણાવી ફટાકડાના ઉત્પાદનમાં જે પ્રદૂષણ સર્જે છે તેવા પદાર્થો પર પ્રતિબંધની કે તેવા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધની માંગ કરી હતી.
આ કેસની સુનાવણી દરમ્યાન અદાલતને એવું જણાવાયું કે જયાં સુધી ફટાકડાથી પ્રદૂષણનો પ્રશ્ર્ન છે તે સંબંધમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ માપદંડ કે ધારાધોરણો નકકી થયા નથી. બાદમાં બોર્ડના સચિવે તા.૧૫ સપ્ટે. સુધીમાં આ પ્રકારના કોઈ માપદંડ નિશ્ર્ચિત કરશે તેવી ખાતરી આપી હતી. બાદમાં સુપ્રીમકોર્ટના જસ્ટીસ વદન બી લૌકુરની ખંડપીઠે તા.૩૦ જુલાઈના રોજ એક આદેશની ફટાકડામાં વાયુ પ્રદૂષણ સર્જાતા એન્ટીમોની, લીથીયમ, મકર્યુરી, આર્સનીક અને લીડ જે કોઈ સ્વરૂપમાં હોય તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને તેના અમલની જવાબદારી પેટ્રોલીયમ એન્ડ એકપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઈઝેશનને સોપી તથા ખાસ કરીને શિવાકાશી જયાં આ ફટાકડા બને છે ત્યાંજ આ અમલ થાય તે જોવા જણાવાયું હતું. આમ છેલ્લા ૨૦ વર્ષ કે તેથી વધુ સમયથી ફટાકડા એ ઓથોરીટી સર્વોચ્ચ અદાલત વચ્ચે ફૂટબોલની જેમ ફંગોળાયા છે પણ છતા હજુ ‘પ્રયોગો’ ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *