શિક્ષણમાં મૂળભૂત પરિવર્તન અનિવાર્ય

ઓગષ્ટ ૧૫ના રોજ લોકોને લાગતું હતું કે, હવે કોઈ ક્રાંતિ આવવાની છે કારણ કે, અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, ઓફિસરો તથા નેતાના બાળકો સરકારી શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરે. ખરેખર તો શિક્ષણનું ખાનગીકરણ જ દેશમાંથી નાબૂદ થવું જોઈએ. કારણ કે, આ વ્યવસાયી સંચાલકોને ભ્રષ્ટાચાર કરવાની મોટી તક મળે છે. શિક્ષણના તમામ ક્ષેત્રો ધંધાથી ખદબદી રહ્યા છે પરિણામે ઓછા પગાર ને મહત્તમ ફીથી શિક્ષણમાં નફાખોરી ચાલી રહી છે શા માટે ખાનગી શાળાઓને નાબૂદ કરી સરકાર સ્વયં શિક્ષણનો ભાર ન ઉપાડી શકે. બીજી તરફ સરકારી પ્રાથમિક શાળાનુ સ્તર સુધરે તો વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં નહીં મૂકે.
જો ખાનગી શાળાઓમાં વધુ ફી ભરીને વાલીઓ બાળકોને જાણવા માટે મૂકતા હોય તો ઓછી ફીએ સારૂ શિક્ષણ આપતી સરકારી શાળાઓમાં પ્રદેશનો વાંધો કયો હોય? ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓ તથા વાલીઓના શોષણના એટલા બધા માર્ગ ખોલ્યા છે કે, એક બંધ થાય છે ત્યારે ૨૧ ખુલે છે જે અયોગ્ય છે.
પરંતુ કેટલીક વાતનો સ્વીકાર કરવો પડશે. કે મનમાની ફીની વસુલાત તથા વાલીઓના શોષણની અસહનીય ખરાબી છતાં ખાનગી તથા જાહેર શાળાઓ સા,માન્ય લોકોમાં ગુણસત્તા યુકત શિક્ષણ તથા સારા વાતાવરણ પ્રત્યે વિશ્ર્વાસ ઉભો કરવામાં સફળ રહ્યા છે. આ વાત પણ માનવી પડશે કે દેશને નિરક્ષરતાના અંધકારથી બહાર કાઢી સાક્ષરતાનું અજવાળુ દેખાડવામાં સરકારી શાળાઓની ભાગીદારી મહત્વપૂર્ણ રહી છે. અલબત્ત સરકારી શાળાના શિક્ષકની શૈક્ષણિક યોગ્યતા તથા તાલીમ અને વેતન કોઈ પણ ખ્યાતનામ શાળાના શિક્ષકની ઓાજસ્વીતા ખાનગી શાળાના શિક્ષકની સરખામણીમાં ફિકી હોય છે. જેના મુખ્ય બે કારણ છે પ્રથમ સરકારી શાળાઓમાં પાયાની સગવડનો અભાવ તથા સરકારી શિક્ષકની ફરજમાં શિક્ષણ ઉપરાંત ઘણું બધુ હોવું.
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના કરી કસ્બાની હાઈસ્કૂલમાં છેલ્લા ત્રણ વર્ષથી ગણિતનો એકમાત્ર શિક્ષક હતો. અને તેની જવાબદારી છે ૯ અને ૧૦ના કુલ ૪૨૮ વિદ્યાર્થીઓને ભણાવવાની. વર્ગ ખંડ એટલો નાનો છે કે, તેમાં ૫૦થી વધુ વિદ્યાર્થી બેસી શકતા નથી. અને શિક્ષક દરરોજ પાંચ પીરીયડથી વધુ ભણાવી શકતા નથી. આથી વાત સ્પષ્ટ થાય છે કે, મોટી સંખ્યામાં બાાળકો ગણિતનું શિક્ષણ યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકશે નહીં. જિલ્લા કેન્દ્રમાં બેેઠેલા વહીવટદારો આ વાત જાણે છે કે, શાળાનું સારૂ પરિણામ માત્ર નકલના ભરોસાથી આવે છે. આ બાબત દેશના હજારો જિલ્લા તથા રાજ્યોમાં હજારોની સંખ્યામાં છે. આ સ્થિતિ યોગ્ય છે કે, દેશમાં સમૂળગુ સ્કૂલના શિક્ષણનું રાષ્ટ્રીયકરણ કરાય. યુરોપ જેવા વિકસિત દેશોની માફક વસવાટના નિર્ધારિત દાયરામાં રહેવાવાળા બાળકોને નક્કી કરેલ શાળામાં જવું અનિવાર્ય હોય.
કોઈપણ શાળા ખાનગી નહીં હોય બધા સ્થાને ટેબલ ખુરશી, મકાન, પાણીની વ્યવસ્થા, શૌચાલય, મુસ્તકો વગેરે સરખુ હશે. દરેક સ્થળે દિવસનું ભોજન શાળામાં હશે. દેશની રાજધાની દિલ્હીમાં ઘણી સરકારી શાળાાઓ એવી છે કે, જ્યાં બ્લેક બોર્ડ તથા મકાન જેવી મૂળભૂત સુવિધા નથી.
એકમાત્ર યુપીમાં જ ૩૫ ટકાથી વધુ શિક્ષકોની બેઠકો ખાલી છે જે આ બધા પદ ભરી દેવામા ંઆવેતો પણ સરકારી શાળામાં શિક્ષક- વિદ્યાર્થીની સરેરાશ એક શિક્ષક પણ ૧૧૦ વિદ્યાર્થીઓની હશે.
આપણી વ્યવસ્થા આ વાતને સમજી શકિત નથી કે, ભણતર અથવા શાળા સૂચના આપવાનું માધ્યમ નથી. ત્યાં જે કાંઈ થાય છે, શીખવવામાં આવે છે, તેને સમજવું તથા વ્યવહારિક બનાવવું અનિવાર્ય છે શાળાઓમાં આપણે વિદ્યાર્થીઓના ભરતીના મોટા અભિયાન ચલાવતા હોઈએ છીએ છતાં સંખ્યાબંધ બાળકો શાળાથી દૂર છે. જે વિદ્યાર્થીઓ શાળામાં દાખલ થાય છે. તેમાંથી ઘણા લાખ બાળકો કેટલાક પ્રમાણપત્રો મેળવવી અમુક ધોરણ સુધી ઉર્તિણ થતા હોય છે. પરંતુ તેમની પાસે વાસ્તવિક જ્ઞાન હોતું નથી.
કેન્દ્રીય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, સર્વોદય અથવા દિલ્હીની પ્રતિભા વિકાસ વિદ્યાલય સહિત ઘણી હજારો શાળાઓ એવી છે કે, જ્યાં બાળકોના પ્રવેશ માટે સરકારી શાળાઓમાં ધસારો વધુ હોય છે. આથી સ્પષ્ટ થાય છે કે, મધ્યમ વર્ગને સરકારી શાળા સામે વાંધો નથી પરંતુ ત્યાની અવ્યવસ્થા તથા શિક્ષણની ગુણવત્તા વિશે અસંમજસ છે. તકલીફ આ વાતની પણ છે કે, સરકાર માટે સરકારી શાળાનો શિક્ષક વિદ્યાર્થીઓનો માર્ગદર્શક નહીં પરંતુ અલગ અલગ સરકારી યોજનાઓનો વાહક અથવા પ્રચારક હોય છે. તેમાંથી ચૂંટણીથી લઈ વસતી ગણત્રીનું કાર્ય, રેશન કાર્ડથી લઈ પોલીસોની દવા પીવડાવવાના અન્ય કાર્યનો પણ સમાવેશ થતો હોય છે.
દેશમાં દરેક વર્ષે આશરે એક કરોડ ૪૦ લાખ વિદ્યાર્થીઓ હાયર સેક્ધડરીની પરીક્ષા પાસ કરે છે પરંતુ કોલેજ સુધી જનારા માત્ર ૨૦ લાખ છે જો પ્રાથમિક શિક્ષણથી કોલેજ સુધી સંસ્થાઓનું પિરામીડ જોવામાં આવે તો આ બાબત સ્પષ્ટ છે કે, ઉતરોત્તર તેમની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે ગાડાઓમાં મોટી સંખ્યામાં આવા લોકો મળે છે જે સરકારી શાળાઓની અવ્યવસ્થા તથા તંગદિલીથી નિરાશ થઈ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં મોકલે છે. દુ:ખની વાત આ છે કે, શિક્ષણનો વાસ્તવિક ઉદ્દેશ્ય માત્ર નોકરી પ્રાપ્ત કરવી તેઓ છે. હવે સમાજનો મોટો વર્ગ ભણતરનું મહત્વ સમજી રહ્યો છે. વાલીઓ પેાતાની બાળકીઓને શાળામાં મોકલી રહ્યા છે. આથી શાળાઓમાં જરૂરિયાતો તથા શિક્ષણની ગુણવત્તા પર કામ કરીને સરકારી શાળાઓનું સન્માન પરત લાવવું જોઈએ. આ વાત પણ અનિવાર્ય છે કે, ધીરે ધીરે સમાજનો ધનિક વર્ગ કોઈ ખાનગી શાળામાં લાખોનું ડોનેશન આપી પોતાના બાળકને પ્રવેશ અપાવવાના બદલે પોતાના શહેરમાની સરકારી શાળામાં આ ધન આપી પાયાની સુવિધાઓનો વિકાસ કરવાની પહેલ કરે અને પોતાના બાળકોને તે શાળામાં પ્રવેશ અપાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *