શિક્ષકોના વિવિધ પ્રશ્ર્ને શિક્ષણ અધિકારીને રજૂઆત

સંતરામપુર તાલુકાના રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા ૮ પ્રકારના વિવિધ પ્રશ્ર્નોને શિક્ષણ અધિકારી કેટલાક સમયથી પડતર મુકેલા છે. આના કારણે સિક્ષકોનો પ્રશ્ર્ન હલ થતો નથી. આ બાબતની રાષ્ટ્રીય શિક્ષક સંઘે જિલ્લા કલેક્ટર, મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી, તમામને લેખિતમાં રજૂઆત કરેલ હતી.

૧ વર્ષ થવા છતાંએ ૯ અને ર૦ ઉચ્ચત્તર લાભો મેળવવા શિક્ષકોને પુરવણી આજદિન સુધી આપવામાં જ આવેલ નથી. વર્ષ ૧૯૮રમાં નિમણુંક પામેલા પ્રાથમિક શિક્ષકોને સ્ટેપીંગ આજદિન સુધી આપેલ નથી અને ૯-ર૦ના પગારના ધોરણે છેલ્લા ૭ વર્ષ થવા છતાં હજુ સુધી મળેલ નથી.

૭માં પગારપંચમાં વિકલ્પ સ્વીકારવાવાળા શિક્ષકોને લાભ મળેલ નથી. ફીક્સ પગારધોરણે વિદ્યાસહાયકોને પગાર વધારવાનો લાભ અને લાભની પુરવણી કેટલાક માસથી બાકી નીકળે છે. અને ખાસ કરીને વર્ષ ર૦૧૫-૧૬થી જીપીએફ ફંડના હિસાબો કેટલાક શિક્ષકોના આજદિન સુધી આપવામાં આવેલો નથી. સંખ્યાબંધ શિક્ષકોનો ૯-ર૦-૩૧નું દરેક ઓફિસમાં દરેક શિક્ષકોને વારેઘડીએ બાય બાય ચારણી કરવી પડે છે.

બે વર્ષ થયાં છતાં હજુ સુધી શિક્ષકોનો પ્રશ્ર્ન હલ કરવા તૈયાર જ નથી. આ બાબતની વારંવાર રજૂઆત કરવા છતાંએ ધ્યાનમાં લેવામાં આવતું જ નથી. વાત થાય તો શિક્ષણ અધિકારી વાત થઈ જશે તેમ જાબ આપે છે.

કયા કારણસર આ પ્રશ્ર્ન હલ થતો નથી. આ વખતે જો શિક્ષકોના પડતર પડેલા પ્રશ્ર્નોનો નિકાલ નહીં થાય તો શિક્ષક મહાસંઘના મહીસાગર જિલ્લાના પ્રમુખ નીતિનકુમાર એમ. પટેલે આંદોલનની ચિમકી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *