શામળાજી હાઈ-વે પરથી પસાર થતા વ્યસનમુક્તિના સંદેશા સાથે બાઈક પર નિકળેલ હોલમેસે દેશની પ્રજાને બિરદાવી

લંડન સ્થિત માર્ક હોલમેસ પોતાની પત્નીનું કિડનીના કેન્સરથી મૃત્યુ થયા બાદ કોઈ પણ વ્યસન કેટલું ભયાનક હોય છે અને તેની કેવી અસરો થાય છે તેનો સંદેશો દુનિયાને આપવા માટે વિશ્વનો પ્રવાસ ખેડવાનું નક્કી કર્યું હતુ. દુનિયાની હાઈ કેપીસિટીવાળી ર૩૦૦ સીસીની વિદેશી યાંત્રિક બાઈક લઈ ૪ મહિના અગાઉ એપ્રિલ-ર૦૧૭ માસથી લંડનથી વિશ્વભ્રમણ પ્રવાસે નીકળેલ છે.

વ્યસન મુક્તિના સંદેશા સાથે લંડનનો માર્ક હોલમેસ નામનો વ્યક્તિ દુનિયાના પ્રવાસે ૪ માસ પહેલા નીકળ્યો ત્યારે લંડન સ્થિત પોતાની ફ્રેન્ડ ડાયનાએ દુનિયાના પ્રવાસે શુભ આશયથી જનાર માર્ક હોલમેસને ગણપતિજીની મૂર્તિ ભેટ આપી હતી અને કહ્યું હતું કે, ગણપતિજીની મૂર્તિ સાથે રાખવાથી કોઈ વિઘ્ન નડશે નહીં.

દુનિયામા દિન-પ્રતિદિન વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે. જેના લીધે કેન્સર જેવા ભયાનક રોગોથી મૃત્યુ થયાના કિસ્સા વધી રહૃાાં છે તેથી વ્યસનથી થતા નાણાંને દાન આપી કોઈની જિંદગી બચાવવા વિશ્વ પ્રવાસી માર્કેએ જણાવ્યું હતું. આ વ્યસન મુક્તિ સંદેશા સાથે વિશ્વ પ્રવાસે નિકળેલ માર્ક હોલમેસથી તાજેતરમાં તેની બાઈક સાથે મોડાસામાં શામળાજી હાઈ-વે પરથી પસાર થયો હતો ત્યારે તેણે જણાવ્યું હતું કે, ભારતના લોકો ખૂબજ પ્રેમાળ છે અને ભગવાન ઉપર અત્ાૂટ શ્રદ્ધા ધરાવે છે. વિશ્વની પ્રજા દારૂ અને ડ્રગ્સ સહિતના વ્યસનમાંથી મુક્ત થાય તે શુભ આશયથી વિશ્વ પ્રવાસે નિકળ્યો છું. વિશ્વભરની જનતાનો ખૂબ સાથ-સહકાર અન પ્રોત્સાહન મળી રહ્યું છે. ૪ મહિનાથી બાઈક લઈ દુનિયાના પ્રવાસે છું પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની તકલીફ કે મુશ્કેલી પડી નથી. વ્યસન મુક્તિની મારી ઝુંબેશને સારો પ્રતિસાદ મળી રહૃાો છે ત્યારે પ્રવાસને સફળતા મળી છે તેનો સંતોષ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *