શામળાજી આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસેથી ૪૦ થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવાયા નાના-મોટા વેપારીઓ થયા બેરોજગાર

ભિલોડા તાલુકાના શામળાજી પંથકમાં આવેલ શામળાજી આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસેથી ૪૦ થી વધુ ગેરકાયદેસર દબાણો હટાવાયા નાના-મોટા વેપારીઓ બેરોજગાર બની ગયા હતા. આજે તો આજીવિકાનો પ્રાણ પ્રશ્ર્ન સર્જાયો છે.વહીવટી તંત્રના અધિકારીઓ ધ્વારા વર્ષોથી ગેરકાયદેસર રીતે અડીંગો જમાવી બેઠેલા લારી-ગલ્લા વાળાઓના દબાણો હટાવાયા હતાં ત્યારે વેપારીઓની રોજી-રોટી છીનવાઈ જતાં ભારે મુશ્કેલીમાં મુંકાયા હતા.

ભારત દેશની પ્રથમ ડિઝીટલ શામળાજી ચેકપોસ્ટ ઉપર ફોલ્ડરો ધ્વારા ર૪ કલાકમાં બે વાર હુમલો કરવાના કરવાના કારણે વહીવટી તંત્ર ધ્વારા અવાર-નવાર ફોલ્ડરો ધ્વારા થતા હુમલાને રોકવા માટે સફાળુ જાગ્યું હોય તેમ શામળાજી આર.ટી.ઓ.ચેક પોસ્ટ પાસેની ર૦૦ મીટરની ત્રિજ્યામાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાતાં કહીં ખુશી કહીં ગમના દ્દશ્યો સર્જાયા હતા.

વહીવટી તંત્રના આધારભુત સુત્રો ધ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રપ થી વધુ પોલીસ ગાડીઓનો કાફલો, વોટર કેનન સહિતના વાહનો ખડકી દેવામાં આવ્યા હતા.૩ ડીવાયએસપી,૧૦ પી.એસ.આઈ., ૧પ૦ પોલીસ જવાનો, એસ.ડી.એમ., મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન ઉપસ્થિત રહૃાા હતા. દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશમાં પ જે.સી.બી.ની મદદ લેવાઈ હતી.શામળાજી આર.ટી.ઓ. ચેકપોસ્ટ ઉપર વર્ષો જુનું ફોલ્ડરોનું સામ્રાજ્ય હટાવવા અને ફોલ્ડરો થતા હુમલાઓને રોકવા માટે ગેરકાયદેના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.

શામળાજી આર.ટી.ઓ. ચેકપોેસ્ટ ઉપર સુરક્ષા વધારવાની કામગીરી હાથ ધરાઈ છે.  દુકાનો, હોટલો, લારી-ગલ્લાના દબાણો હટાવાતાં નાના-મોટા વેપારીઓની રોજી-રોટી છીનવાઈ જતાં આજે તો આજીવીકાનો પ્રાણ પ્રશ્ર્ન સર્જાયો છે.

શામળાજી આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે ગેરકાયદેસર દબાણો હટાવવાની કોઈ પણ નોટીસ આપ્યા વગર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે આર.ટી.ઓ.કચેરી બનાવતી વખતે જે-તે સમયે જે લોકોએ જમીનો આપી છે તે જમીનોનું વળતર આજ દિન સુધી ચુંકવાયું નથી તેમ આધારભુત સુત્રો ધ્વારા જાણવા મળેલ છે ત્યારે પાડાના વાંકે પખાલીને ડામ દીધો હોય તેવી હાલત નિર્દોષ લોકોની સર્જાઈ હોય તેમ લોકમુખે ચર્ચાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *