શામળાજીનો પ્રવાસધામનો પ્રોજેક્ટ છ વર્ષથી અટવાયો

શામળાજી ખાતે ટાઉન પ્લાનિંગના અમલીકરણ અંતર્ગત અને વિકાસના નેજા હેઠળ ગત ર૦ એપ્રિલ, ર૦૧૧ના રોજ વહીવટી તંત્ર દ્વારા લોકોના મકાનો તથા દુકાનો તોડી પાડી હતી. ત્યારબાદ ૩૧ ઓગસ્ટ-ર૦૧૧ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યાત્રાધામ શામળાજીના વિકાસ કામ માટે ભૂમિપૂજન કરાયું હતું અને શામળાજીને દોઢ વર્ષમાં સુંદર અને રમણીય બનાવી યાત્રાધામની સાથે પ્રવાસધામ બનાવવાની નેમ હતી પણ આ પ્રોજેક્ટ ૬ વર્ષ પૂરા થવા છતાં હજુ પાટે ચઢ્યો નથી. પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવેલ. એક માત્ર મંદિર ફરતે કોટ બનાવવાની કામગીરી પણ પૂરી થઈ નથી તે વાત નવાઈ પમાડે છે.

આ યોજનામાં સ્થાનિક આદિવાસીઓના કેટલાંક પ્રશ્ર્નોને લઈ વર્ષો સુધી અમલીકરણ થઈ શક્યું નથી પણ ગામ શામળાજી ટીપી સ્કીમના મુદ્દે મકાનો તથા દુકાનોનું ડિમોલેશન હાથ ધરાયું હતું.

તંત્ર દ્વારા આ વિનાશ બાદ શામળાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ શામળાજી યાત્રાધામ વિકાસ પ્રોજેક્ટ છ વર્ષે હજુ પણ અધૂરો છે.

જેમાં ગુજરાત હાઈકોર્ટે પણ આ યોજના વેરીડ કરવાનો આદેશ કર્યે આજે એક વર્ષ કરતા વધુ સમય વિતવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. આ ગોકળ ગતિએ ચાલતો પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તે એક પ્રશ્ર્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *