શાકભાજીની કિંમત વધી : રિટેલ ફુગાવો વધી ૩.૩૬ ટકા નોંધાયો

menu_banner1

જેની ઉત્સુકતાપૂર્વક કારોબારીઓ અને સામાન્ય વર્ગના લોકો રાહ જોઈ રહૃાા હતા તે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીબીઆઈ) આધારિત રિટેલ ફુગાવાનો આંકડો આજે જારી થયો હતો. ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો ૩.૩૬ ટકા થઇ ગયો છે. ઉંચી ખાદ્યાન્ન ચીજવસ્તુઓના કારણે રિટેલ ફુગાવાનો આંકડો ઉંચી સપાટીએ પહોંચ્યો છે. જુલાઈ મહિનામાં આ આંકડો ર.૩૬ ટકા હતો. હવે ૩.૩૬ ટકા થઇ ગયો છે. રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં પણ સતત વધ્યો છે. જીએસટીના પરિણામ સ્વરુપે કેટલીક ચીજવસ્તુઓ ઉપર સીધી અસર થઇ છે. જુલાઈ મહિનામાં ર.૩૬ ટકા સુધી ઘટીને નીચે પહોંચી ગયો હતો. એક વર્ષ અગાઉ  ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો ૫.૦૫ ટકા હતો. માસિક રિટેલ રસોડાની ચીજવસ્તુઓની કિંમતોમાં ફેરફારની બાબતને કન્ઝ્યુમર પ્રાઇઝ ફુગાવો નક્કી કરે છે. આ આંકડામાં થોડાક સમય પહેલા સુધી સતત સુધારો થયો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં શાકભાજીની કિંમતોમાં વધારો થયો છે. શાકભાજીની કિંમતમાં ઓગસ્ટમાં ૬.૧૬ ટકાનો વધારો નોંધાઈ ગયો છે. જુલાઈ મહિનામાં તેમાં ૩.૦૫૭ ટકાનો ઘટાડો થયો હતો.

જો કે, કઠોળની કિંમતમાં ર૪.૪૩ ટકાનો ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં આ ઘટાડો ર૪.૭૫ ટકાનો હતો. ઓગસ્ટ મહિનામાં હાઉિંસગ ઇન્લેશનનો આંકડો ૫.૫૮ ટકાનો રહૃાો છે જે જુલાઈ મહિનામાં ૪.૯૮ ટકા હતો. યુઅલ ફુગાવાનો આંકડો ઓગસ્ટ મહિનામાં ૪.૯૪ ટકા રહૃાો છે જે જુલાઈ મહિનામાં ૪.૮૪ ટકા હતો. આ ઉપરાંત ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાના આંકડા ઓગસ્ટ મહિના માટે ગુરુવારના દિવસે ૧૪મી સપ્ટેમ્બરે જારી થશે. હોલસેલ આધારિત ફુગાવો જુલાઈ મહિનામાં ૧.૮૮ ટકા થયો હતો. કારણ કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યાના પ્રથમ મહિનામાં કેટલીક કોમોડિટીની કિંમતોમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. જૂન ર૦૧૭માં ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો ૦.૯૦ ટકા હતો. જ્યારે જુલાઈ ર૦૧૬માં આ આંકડો ૦.૬૩ ટકાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *