શહેરમાં સ્વાઈન ફલુના ૬૭ ટકા અને ગ્રામ્યમાં ૩૩ ટકા કેસ નોંધાયા

સ્વાઇન ફલુ અંગેની રિટ અરજીમાં રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ તરફથી પોતપોતાના જવાબી સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હતા. અમ્યુકોના જવાબમાં સ્વાઇન ફલુની સારવાર અને તેને નાથવાના તેમ જ જાગૃતિના પ્રયાસો થઇ રહૃાા હોવાનું ગાણું ગાવામાં આવ્યું હતું, જયારે રાજય સરકારે તેના જવાબમાં થોડા અંશે પણ જરૂરી માહિતી આપી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, રાજયમાં શહેરી વિસ્તારમાં સ્વાઇન ફુલના  ૬૭ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૩ ટકા કેસો નોંધાયા છે. સરકારે હાઇકોર્ટ સમક્ષ એ વાતની નિખાલસ કબૂલાત અને એકરાર કર્યો હતો કે, રાજયમાં ગ્રામ્ય અને આંતરિયાળ વિસ્તારની સરકારી હોસ્પિટલોમાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશ્યલાઇઝ ડોકટરો નોકરી કરવા તૈયાર નથી. રાજય સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, વર્ષ ર૦૧૦માં ગ્રામ્ય વિસ્તારની સરકારી હોસ્પિટલોમાં ૩૭૩૦ ડોકટરોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાંથી ૧૮૬૮ જેટલા ડોકટરોને કરાર આધારિત નિમણૂંક આપવામાં આવી હતી. મોટાભાગના ડોકટરો ગ્રામ્ય અને આંતરિયાળ વિસ્તારમાં જવાનું ટાળી રહૃાા છે તે એક વાસ્તવિકતા છે. રાજય સરકારે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, રાજયના અર્બન હેલ્થ સેન્ટર પર ર૦૩ મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે, જયારે ૯૮ ટકા પબ્લીક હેલ્થ સેન્ટર પર એક ઓફિસર ઉપલબ્ધ છે. કુલ ૩૬ર હેલ્થ સેન્ટરોમાં ૧૧૫૫ પોસ્ટ છે, જેમાંથી ૯૩૦ જગ્યાઓ ભરાઇ છે. દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જવાબ રજૂ કરી જણાવાયું હતું કે, સ્વાઇન ફલુને નાથવા અમ્યુકો સત્તાવાળાઓ શકય તમામ પ્રયાસો કરી રહૃાા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સ્વાઇન ફલુના દર્દિઓ માટે આઇસોલેશન વોર્ડમાં ૩૫૪ બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે, જયારે ખાનગી હોસ્પિટલોમાં ૩૫૦ બેડની વ્યવસ્થા રખાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *