શહેરમાં વરસાદી ઝાપટાઓનો દોર જારી

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદે આજે દિવસ દરમિયાન વિરામ લીધો હતો જો કે સવારે અને રાત્રે ઝાપટા ચાલુ રહૃાા હતા. આમ છતાં બંધ વરસાદે મ્યુનિસિપલ તંત્રની તમામ પોલ ખોલી નાંખી હોય એમ શહેરના ત્રણ સ્થળોએ ભૂવા પડવા ઉપરાંત ચાર સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદ તંત્રને મળતા તંત્ર દોડતુ થયુ હતુ.શહેરમાં આજે  સરેરાશ ૩.૬૫ મીલીમીટર વરસાદની સાથે મોસમનો સરેરાશ ર૫૦.૮ર મીલીમીટર  (૧૦ ઈંચ) થવા પામ્યો છે. આજે રવિવારના દિવસે શહેરમાં વાદળછાયા વાતાવરણ છતાં દિવસ દરમિયાન વરસાદે ખમૈયા કર્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પાલડી વિસ્તારમાં કાર્યરત કરવામાં આવેલા ટાગોર કંટ્રોલરૂમ સૂત્રોના કહેવા અનુસાર,આજે શહેરના મેયરના વોર્ડ એવા નારણપુરામાં ભૂવો પડવા પામ્યો છે.આ સાથે જ પશ્ર્ચિમમાં આંબાવાડી વિસ્તારમાં અને દક્ષિણ ઝોનમાં ઈસનપુર વિસ્તારમાં ભૂવો પડવાની ફરિયાદ મળતા કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *