શહેરમાં ગેરકાયદેસરરીતે પ્રવેશેલા દસ બાંગ્લાદેશી યુવાનો ઝડપાયા

શહેરના પીરાણા રોડ ઉપરથી પોલીસે ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ૧૦ બાંગ્લાદેશીને ઝડપી પાડયા હતા.

જાણવા મળતી માહિતી અનુસાર શહેરની એસઓજીની ટીમે બાતમીના આધારે પીરાણા રોડ ખાતે ભેગા થયેલા ૧૦ બાંગ્લાદેશીઓને ઝડપી પાડયા હતા.

તેઓની પૂછપરછ કરતાં તેમની પાસે ભારતીય નાગરિકના પુરાવો ન મહતા અને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી અમદાવાદના ચંડોળા તળાવ, વટવા, કૃષ્ણનગર ચાંદલોડિયા ખાતે રહેતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

પોલીસે મોહંમદકરીમ મોહમદટુકુ શેખ (ઉ.વ. રર રહે. અમ્મા મસ્જિદ પાસેના છાપરામાં, ચંડોળા તળાવ, મૂળ રહે ગુસાહાટી જિ. નોડાઈલ બાંગ્લાદેશ) મોહંમદ નઝરૂલ સમસુરહેમાન શેખ (ઉ.વ. ૩૫ રહે. છાપરામા, ચંડોળા તળાવ મૂળ રહે. વસુંધર તલા, જિ. ખુરના, બાંગ્લાદેશ) મોહંમદ મોન્ટુ ઓલીયાર શેખ (ઉ.વ. ૪૦ રહે. છાપરામાં, ચંડોળા તળાવ મૂળ રહે. બીલ બહોચ જિ. નોકાઈમ, બાંગ્લાદેશ) કુટીમીયા સુલતાન શેખ (ઉ.વ. ૩૫ રહે. છાપરામાં ચંડોળા તળાવ, મૂળ રહે. બેન્દૃર જિ. નોડાઈલ) હાફીઝ મહેમુદ શેખ (ઉ.વ. ૩ર રહે. છાપરામાં ચંડોળા તળાવ મૂળ રહે. બેનતલા જિ. ખુલના) શાહઆલામ શેરઅલી (ઉ.વ. ૩૦ રહે. ગણએશનગર, ચાણકપુરી, મૂળ રહે. ચાંદોડિયા જિ. આતખીરા), તોરીકુલ યુસુફ શેખ (ઉ.વ. રર રહે. મુસ્કાન પાર્ક, વટવા, મૂળ રહે. માધોપશા. જિ. નોડાઈલ), ઝામાન નાજીદ શેખ (ઉ.વ. ર૪ રહે. મુસ્કાન પાર્ક, વટવા, મૂળ રહે. માધોપશા, જિ. નોડાઈલ), માજીદ સાજીદ (ઉ.વ. ૫૦ રહે. સૈજપુર, કૃષ્ણનગર મૂળ રહે. સુતરગ્રામ જિ. નોડાઈલ) અને બાબુલ અલી અકબર (ઉ.વ. રર રહે. સૈજપુર મૂળ રહે. સુતરગ્રામ જિ. નોડાઈલ)ને પકડી  પાડયા હતા.

તેઓ શહેરમાં રહીને મજુરી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. કેટલાક સમયથી તેઓ અહીં રહેતા હતા તેની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *