શહેરમાં ગરમીનો પ્રકોપ:૪૩.૬ ડિગ્રી

અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં આજે ફરીવાર ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. બંને જગ્યાઓએ પારો ૪૩થી પણ ઉપર પહોંચી ગયો હતો. અગનજ્વાળાઓ બપોરમાં જોવા મળી હતી અને લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોરના ગાળામાં જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં રસ્તાઓ સુમસામ દેખાયા હતા.

સાવરકુંડલાના ચાર ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેમાં મેરીયાણા, લુવારા, રામગઢ અને ગઢકડા સહિતના પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમદાવાદ શહેરમાં આજે પારો ગઈકાલની સરખામણીમાં વધીને ૪૩.૬ સુધી પહોંચ્યો હતો. જ્યારે ગાંધીનગરમાં ૪૩.૮ સુધી પારો પહોંચ્યો હતો. સૌથી વધુ ગરમીનો અનુભવ અમદાવાદ અને ગાંધીનગરમાં જ થયો હતો. બંને જગ્યાઓએ સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયા હતા. આજે પારો ૪૩થી ઉપર પહોંચતા ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી.  તીવ્ર ગરમી વચ્ચે અમદાવાદ શહેર માટે હિટવેવ એક્શન પ્લાનની જાહેરાત કરવામાં આવ્યા બાદ આને અમલી રાખવામાં આવ્યો છે. લોકોને હિટવેવ સામે જાગૃત કરવા પણ પગલા લેવામાં આવી રહૃાા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની પરબ પણ ગોઠવવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સંપૂર્ણ રીતે સક્રિય થયેલી છે. આ સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી અને છાશ જેવી ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત બાગ બગીચાઓને પણ ખુલ્લા રાખવામાં આવી રહૃાા છે. લૂ ન લાગે કે હિટસ્ટ્રોકનો ભોગ બનવું ન પડે તે માટે લોકોને બને એટલું પાણી વધારે પીવા પર ખાસ સલાહ સલાહ આપવામાં આવી છે. હિટ સ્ટ્રોકના કારણે લોકોને અસર થઇ હતી.

બીજી બાજુ દરેક ઝોનદીઠ પાણીની મોબાઇલ પરબ પણ શરૂ કરાઈ હતી. લોકો સાવધાન થયા છે અને બપોરના ગાળામાં હવે લોકો નજરે પડી રહૃાા નથી. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદ શહેરમાં બપોરમાં આજે પણ રસ્તા સુમસામ દેખાયા હતા.સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ગઈકાલે ગુરૂવારના દિવસે પણ વરસાદ પડતા લોકોમાં આશ્ર્ચર્યનું મોજુ ફરી વળ્યું હતું. અમરેલીના રાજુલા સહિતના પંથકમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. અમરેલીના દીપડીયા, ધારેશ્વર, વાવેરામાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું. તીવ્ર ગરમી પડી રહી છે ત્યારે એકાએક સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં હવામાનમાં પલ્ટો આવ્યો હતો. અમરેલી ઉપરાંત રાજકોટના જુદા જુદા ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. દરમિયાન, ગરમીના પ્રકોપથી હાલ રાહત મળે તેવી શક્યતા નહિવત દેખાઈ રહી છે.  અમરેલીમાં કમોસમી વરસાદ થયો હોવા છતાં પારો ૪રથી ઉપર પહોંચ્યો છે. જોકે આજે અમરેલીમાં મહત્તમ તાપમાન ૪ર અને લઘુત્તમ તાપમાન ર૬ ડિગ્રી નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *