શહેરમાં અનેક વિસ્તારોમાં પાણીની હાલાકી

l2

અમદાવાદ શહેરમાં ૨૪ કલાક પાણી આપવાની વાત થાય છે. આમ છતાં શહેરમાં અનેક વિસ્તારોમાં પાણીની હાલાકી જોવા મળે છે પાણી માટે રૂા.કરોડોના ખર્ચે સતત કામો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ શહેરમાં ૧૦ ટકા ઉપરાંત વિસ્તારોમાં પાણીની સુવિધા સમાન ધોરણે પૂરી પડાઈ નથી, તેમાંય ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બને છે તેમજ ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવાની ફરજ પડે છે. આ ઉપરાંત ગટર અને રસ્તાના પ્રશ્ર્નો સતત ઉપસ્થિત થતા રહે છે આમ છતાં સ્માર્ટ સીટી અને લવેબલ, લીવેબલ સીટીનો શાસકો દ્વારા પ્રચાાર થઈ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં ૨૦૧૦માં ૧૦ ટકા વિસ્તારને પાણી અને ગટરની સુવિધાથી આવરી લેવા માટે આયોજન કરાયું હતું. આ આવશ્યક સુવિધાઓ તમામ વિસ્તારમાં પૂરી પાડવા સ્વર્ણીમ ગુજરાતમાં સંકલ્પ કરીને આયોજન કરાયું હતું, આ માટે રોજબરોજ અવનવી જાહેરાતો થાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, ૧૦ ટકાથી વધુ વિસ્તારમાં પાણીની સુવિધા સંતોષજનક ઉપલબ્ધ નથી. સ્માર્ટ સીટીના દાવા કરવામા ંઆવે છે. પરંતુ ઉનાળાના પ્રારંભમાં પાણીની બુમરેંગ શરૂ થઈ છે. શહેરમાં મ્યુ. કોર્પો. દ્વારા દરરોજ અંદાજે ૩૨૫ જેટલી ટેન્કરો દ્વારા નાગરિકોને પાણી પુરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત ખાનગી પાણીની ટેન્કરોનું વિતરણ કરતા સંચાલકો દ્વારા મોટી સંખ્યામાં ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવે છે.
સ્માર્ટ સીટી બનવા જઈ રહેલ અમદાવાદમાં હજી પ્રાથમિક સુવિધાઓ માટે રોજબરોજ લોકેાની ફરિયાદો- રજુઆતો થતી રહે છે ચાલુ વર્ષે રાસકાના પાણીનો પુરવઠો બંધ થયો છે, લાંબા સમય સુધી તેની કેનાલનું કામ ચાલનાર છે, મ્યુ.કોર્પો. દ્વારા ૨૫૦ એમ.એલ.ડી.નો પાણીનો પ્લાન્ટ વિકલ્પે શરૂ કરાયો છે તેમજ આવશ્યક પાણી મળી રહેશે તેમ સ્ટે.કમિટિના ચેરમેન પ્રવિણભાઈ પટેલે જણાવ્યું હતું. વિશેષ કરીને શહેરમાં દક્ષિણ ઝોન, નવો પશ્ર્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં નાગરિકો પાણી પુરવઠા માટે હાલાકી ભોગવી રહ્યા છે. વોટર સુઅરેજ કમિટિના ચેરમેને રમેશ દેસાઈએ જણાવ્યું હતું કે, પાણી જરૂરીયાત પ્રમાણે ઉપલબ્ધ છે, પરંતુ પાણી વિતરણના નેટવર્કમાં ખામી છે. પાણી પુરવઠા અને ઈજનેર- ખાતા વચ્ચે સંકલનનો અભાવ છે.
મ્યુ. કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં પાણીના નેટવર્કીંના અભાવે મ્યુ.તંત્ર દ્વારા ૧૩૫ જેટલી ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવે છે. જ્યારે નવા પશ્ર્ચિમ અને ઉત્તર ઝોનમાં દરરોજ ૬૦થી ૭૦ જેટલી પાણીની ટેન્કરોની માંગણી આવતી રહે છે પાણીની બુમરેંગ સાથે મધ્ય ઝોનમાં પાણીના પ્રદૂષણની ફરિયાદો રોજબરોજ થાય છે. જમાલપુર, ખાડીયા, દરિયાપુર, વોર્ડમાં અવાર-નવાર ટેન્કરેાની માંગણી થતી રહે છે. જ્યારે શહેરમાં બહેરમાપુરા, દાણીલીમડા, સરખેજ, જુહાપુરા, મકતમપુરા, લાંભા, રામોલ, કુબેરનગર, હાથીજણ, સૈજપુર, નિકોલ, મોટેરામાં પાણીની હાલાકી અનુભવાય છે, તેમજ ઘણી જગ્યાએ પાણીનું સક્ષમ નેટવર્ક ઉપલબ્ધ નથી. આ અંગેની કામગીરી ચાલી રહી છે. મ્યુ. તંત્રના વર્કશોપ દ્વારા ટેનન્કર દ્વારા પાણી મોકલવામાં આવે છે તેમજ રૂા.૨૫૦ ચાર્જ લેવામાં આવે છે. જ્યારે ખાનગી પાણી વિતરકો દ્વારા પરિસ્થિતિ પ્રમાણે મ્યુનિ. કરતા વધુ ચાર્જ લેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *