શહેરના એરપોર્ટ ખાતે એનસીબીનું ઓપરેશન ચરસના જંગી જથ્થા સાથે કાશ્મીરી પકડાયો

DOf83ArUEAARK2V

ફલાઈટમાં સફરજનના બોકસમાં સંતાડીને લાવેલા ૧૦ કિલોના ચરસ સાથે આવેલ જમ્મુ-કાશ્મીરના યુવાન તેમજ માદક દ્રવ્યોની હેરાફેરીમાં સામેલ વોન્ટેડને એનસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો.
તેમજ એસજી હાઈવે ઉપરથી એનસીબીની ટીમે ચરસના કેસમાં પકડાયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થયેલા શાહપુરના યુવાનને પણ પકડી પાડ્યો હતો.
જાણવા મળતી માહિતી અનુસાર નારકોટીકસ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેકટર હરીઓમ ગાંધીની સુચના મુજબ અમદાવાદ ઝોનલની ટીમે રાત્રે સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ખાતે વોચ ગોઠવી હતી.
દરમ્યાનમાં સફરજનના બોકસ સાથે ઉતરેલો યુવાન એરપોર્ટ ખાતે આવેલા અન્ય યુવાન સાથે વાત કરતો હતો ત્યારે એનસીબીની ટીમે તેઓને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો તેમજ સફરજનના બોકસોમાં સંતાડેલા અને લડ્ડુના રૂપમાં રહેલા ચરસના જથ્થાને હસ્તગત કર્યો હતો.
એનસીબીએ ૧૦ કિલોગ્રામ (આંતરરાષ્ટ્રિય બજાર કિંમત રૂા.કરોડ) સાથે ફલાઈટમાં આવેલા ફારૂકએહમદ રેશી (ઉ.વ.૨૮, રહે. શેરી બારામુલ્લા, જમ્મુ-કાશ્મીર) અને તેને મળવા આવેલા શકીલ એહમદ કુરેશી (ઉ.વ.૪૮, મુળ રહે. નાગપાડા, મુંબઈ હાલ રહે. શાહઅલમ, અમદાવાદ)ને ઝડપી પાડ્યા હતાં. તેમજ કુરેશી પાસેથી બેગમાંથી રૂા.૨ લાખ કબજે કર્યા હતાં. તેમજ કુરેશી પાસેની બેગમાંથી રૂા.૨ લાખ કબજે કર્યા હતાં.
શકીલ મુંબઈના નારકોટીકસ કંટ્રોલ બ્યુરોના કેસમાં વોન્ટેડ છે. ગત સપ્તાહે પણ જુહાપુરા અને ત્રણ દરવાજા ખાતે રહેતા બે યુવાનોને એનસીબીએ પકડી ૫.૩૯૦ કિલો ગ્રામ ચરસ કબજે કયુર્ં હતું.
ફારૂક એહમદ જમ્મુથી વાયા મુંબઈ થઈને અમદાવાદ આવ્યો હતો. જો કે, આ ચરસનો જથ્થો તે સફળતાથી કેવી રીતે અત્રે લાવી શકયો હતો. અગાઉ પણ તે ચરસનો જથ્થો આ એમઓથી લાવ્યો હોવાનું એનસીબી માની રહી છે. તેથી તેઓએ આ અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી. શકીલ એહમદ અમદાવાદ અને મુંબઈમાં ચરસનો જથ્થો સપ્લાય કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
એનસીબીએ શાહપુરના શાહનવાઝ પઠાણ (ઉ.વ.૩૪)ને એસજી હાઈવે ઉપરથી પકડી પાડ્યો હતો શાહનવાઝ ઉર્ફે શાનુ ૧૯ કિલો ચરસ સાથે ગત ૨૦૧૪માં ડીસીબીના હાથે ઝડપાયો હતો જો કે, તે પેરોલ જમ્પ મારીને ફરાર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *