શશી કપૂર ખુબ જ શાનદાર અભિનેતા હતા : મોદી શશી કપૂરના અવસાન અંગે નરેન્દ્ર મોદી ભારે આઘાતમાં

India's Prime Minister Narendra Modi talks to journalists after a Memorandum of Understanding ceremony at the President House in Naypyitaw, Myanmar, Wednesday, Sept 6, 2017. (AP Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકપ્રિય અભિનેતા શશી કપૂરના અવસાન અંગે ઉંડા દુખની લાગણી વ્યક્ત કરી છે. ટ્વિટર ઉપર નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, શશી કપૂર જેવી પ્રતિભા મળવી ખુબ મુશ્કેલ છે. શશી કપૂર માત્ર ફિલ્મોમાં જ નહીં બલ્કે થિયેટરના પણ ખુબ સારા અભિનેતા તરીકે હતા. શશી કપૂરે હંમેશા સમગ્ર જુનુન સાથે કામ કર્યું હતું.

આવનાર પેઢી શશી કપૂરની શાનદાર એક્ટિંગને હંમેશા યાદ રાખશે. મોદીએ કહ્યું છે કે, શશી કપૂર લોકપ્રિય અભિનેતા પૈકીના એક હતા. તેમના અવસાનથી તેઓ પોતે ખુબ દુખી છે. તેમના પરિવાર પ્રત્યે તથા સમર્થકો સાથે તેમની સહાનુભૂતિ છે. તેમણે કહ્યું છે કે, શશી કપૂરની ફિલ્મો ફિલ્મી ચાહકો ક્યારેય ભુલી શકશે નહીં. જુદા જુદા સંદેશાઓ આપતી તેમની ફિલ્મો આજે પણ લોકપ્રિય છે. શશી કપૂરનું ગઇકાલે લાંબી માંદગી બાદ મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. શશી કપૂર છેલ્લા ઘણા સમયથી બિમાર ચાલી રહૃાા હતા. પરિવારના તમામ સભ્યો આજે વહેલી સવારથી જ શશી કપૂરના આવાસ પર જ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *