શશી કપૂરે બ્રિટિશ અભિનેત્રી સાથે ર્ક્યા હતા મેરેજળ્

Shashi-Kapoor-and-Jennifer-Kendal

શશી કપૂર જયારે કલક્તામાં તેમના પપ્પા પૃથ્વીરાજ કપૂરના થિયેટર-ગ્રુપમાં કામ કરતા હતા ત્યારે ૧૯પ૬માં  તેમની મુલાકાત ઈગ્લીંશ એકટ્રેસ જેનિફર કેન્ડલ સાથે થઈ હતી. જેનિફરના પપ્પા જયોફ્રી કેન્ડલનું શેક્સપિિરયન   ગ્રુપ પણ કલક્તામાં કાર્યરત હતું. શશી અને જેનિફર મળ્યાં અને સારાં મિત્ર બન્યા અને પછી પ્રેમમાં પડયા. તેમના પ્રેમનો જયોફ્રી કેન્ડલે વિરોધ ર્ક્યો હતો. પણ ગીતા બાલીએ તેમને મદદ કરી હતી. આ પછી ૧૯પ૮ના જુલાઈ મહિનામાં તેમના લગ્ન થયા હતા.જેનિફર સાથે શશી કપૂરનું લગ્નજીવન સફળ રહયું હતું. તેમને ત્રણ સંતાનો થયા હતા અને તેમના ઉછેર માટે તેમણે એકટીંગની કરીઅર છોડી દીધી હતી. જેનિફરને કેન્સર થયું હતું અને ૧૯૮૪માં તેમનું મૃત્યુ થયું હતું.

શશી કપૂરનાં ત્રણ સંતાનો છે જેમાં બે પુત્રો કૃણાલ કપૂર, નાનો પુત્ર કરણ કપુર અને પુત્રી સંજના કપૂરનો સમાવેશ છે. કૃણાલ કપૂરે ૧૯૭ર થી ૧૯૮પ સુધી સાત ફિલ્મોમાં કામ ર્ક્યુ હતું. તેની બહુચર્ચિત ફિલ્મ આહિસ્તા આહિસ્તા હતી જેમાં પદ્મીની કોલ્હાપુરે હિરોઈન હતી. હાલમાં તે એડ-ફિલ્મ બનાવે છે.નાનો પુત્ર કરણ મોડલીંગમાં જતો રહ્યો હતો. ૧૯૮૬માં આવેલી સલ્તનતમાં તે પહેલીવાર જુહી ચાવલા સાથે હીરો તરીકે દેખાયો હતો. એ પછી તેણે લોહા નામની ફિલ્મમાં કામ ર્ક્યુ હતું. તે જાણીતી કાપડમિલનો મોડલ રહયો હતો.

પછી ફોટોગ્રાફર બની ગયો અને પત્ની લોરા સાથે તે બ્રિટન શિફટ થયો છે. પુત્રી સંજના કપૂરે મમ્મી-પપ્પાના વારસાસમા પૃથ્વી થિયેટરને સંભાળવાની જવાબદારી લીધી છે અને તેણે વાલ્મીક થાપર સાથે લગ્ન ર્ક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *