શશિકલા સંબંધિત કંપનીઓના ખાતા સીલ શેલ કંપનીઓના ૧૦૦થી વધુ બેંક ખાતા ફ્રિઝ કરાતા ચકચાર

_93969520_gettyimages-630713188

અપરાધી જાહેર કરવામાં આવ્યા બાદ સજાના ભાગરૂપે હાલમાં જેલની હવા ખાઇ રહેલા અન્નાદ્રમુકના નેતા શશીકલાના ભત્રીજા અને જયા ટીવીના એમડી વિવેક જયરામન દ્વારા મેનેજ કરવામા ંઆવી રહેલી શેલ કંપનીઓના ઓછામાં ઓછા ૧૦૦ બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના સુત્રોએ આ મુજબની માહિતી આપી છે. સતત ત્રણ દિવસ સુધી વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ બેંક ખાતાઓ ફ્રીજ કરવામાં આવ્યા છે. તમિળનાડુ, પુડ્ડુચેરી, બેંગલોર, હૈદરાબાદમાં શશીકલા, તેમના પરિવારના સભ્યો અને સમર્થકોની માલિકીની પ્રોપર્ટી પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવ હતી. ગુરૂવાર, શુક્રવાર અને શનિવારના દિવસે દરોડાની કાર્યવાહી ચાલી હતી. જેથી તમિળનાડુના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. શુક્રવારે બીજા દિવસ સુધી છ કરોડ રોકડ, ૮.૫ કિલોગ્રામ સોનુ અને ૧ર૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના રોકાણ સાથે સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા. શશીકલાના ભાઇ વી. ધિવાહરણની માલિકીની વુમન્સ કોલેજના ઉપયોગ નહી કરવામાં આવતા હોસ્ટેલના રૂમમાંથી કિંમતી ચીજવસ્તુઓ મળી આવી હતી. ર૦થી વધુ શેલ કંપનીઓના ખાતા છે તેવી માહિતી મળ્યા બાદ ૧૦૦ બેંક ખાતા ફ્રીજ કરી દેવામાં આવ્યા છે. ગયા વર્ષે નોટબંધીની જાહેરાત કરવામાં આવ્યા બાદ તરત જ કરોડો રૂપિયા બેંકમાં જમા કરવામાં આવ્યા હતા. આ ખાતા વિવેક જયરામન દ્વારા ઓપરેટ કરવામાં આવી રહૃાા હતા. શશીકલાના ભત્રીજા વિવેકના આવાસ પરથી આ સેલ કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આઇટી અધિકારીઓનુ કહેવુ છે કે વિવેક અને તેમના સાથીઓએ કરોડોની કિંમતની જમીન અને અન્ય સંપત્તિ  ખરીદવા માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હતો.આવકવેરા વિભાગના અધિકારીઓએ કાળા નાણાની સામે કાર્યવાહી હેઠળ ગઇકાલે  સતત ત્રીજા દિવસે ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (અન્નાદ્રમુક)ના નેતા વીકે શશિકલાના પરિવારના સભ્યો, તેમના કારોબારી સાથીઓ અને સંબંધિત સ્થળો પર વ્યાપક દરોડા જારી રહૃાા હતા.  એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે માહિતી આપતા કહ્યું હતું કે જે સ્થળો ઉપર દરોડા પાડવામં આવ્યા છે ત્યાં મોટી સંખ્યામાં રોકડ રકમ અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવી ચુક્યા છે.

દરોડાની પ્રક્રિયા પુરી થઇ ગયા બાદ વાસ્તવિક રોકડ રકમ અને દસ્તાવેજોની સંખ્યાના સંદર્ભમાં માહિતી મેળવી શકાશે.  એક સ્થળથી મોટી માત્રામાં સોનાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હોવના અહેવાલ મુદ્દે હાલ તેઓ ટિપ્પણી કરશે નહીં.  આ દરોડા નોટબંધી બાદ બનાવટી કંપનીઓ મારફતે કાળા નાણાનો નિકાલ લાવવાના સંબંધમાં પાળવામાં આવી રહૃાા છે. બનાવટી કંપનીઓ શશિકલા અને દિનાકરણ સાથે જોડાયેલી હોવાની વિગત સપાટી ઉપર આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગના ૧૮૦૦થી વધુ અધિકારીઓ દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. તમિળનાડુના ઇતિહાસમાં દરોડાની કાર્યવાહીને હજુ સુધીની સૌથી મોટી કાર્યવાહી તરીકે ગણવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *