શપથવિધિમાં અખિલેશને પણ મળ્યા મોદી અને મુલાયમિંસહ વચ્ચે કઈ ચર્ચા થઇ હતી

C7RrCMMXkAE-Eyr

યોગી આદિત્યનાથે આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. શપથવિધિ કાર્યક્રમ વેળા દાખલારુપ રાજકીય બનાવ જોવા મળ્યા હતા. જેના ભાગરુપે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ મોદી સાથે કાનમાં ખાસ વાતચીત કરતા નજરે પડ્યા હતા જેથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે તેમની વચ્ચે કઇ વાતચીત થઇ છે. મોદી અને મુલાયમિંસહ વચ્ચે ખુબ જ આત્મિય વાતચીત દેખાઈ હતી. મુલાયમે મોદીને જીત માટે અભિનંદન પણ આપ્યા હતા. બંને નેતાઓે એકબીજા સાથે હાથ પણ મિલાવ્યા હતા. બંને વચ્ચે થોડાક સમય સુધી વાતચીત થઇ હતી. મુલાયમિંસહ ઉપરાંત મોદીએ અખિલેશ સાથે પણ વાતચીત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *