વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની કરાર આધારે નિમણુંક કરાશે:નિતિન પટેલ

l1

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની ૧૧ માસના કરાર આધારે નિમણૂંક કરવાનો મહત્વાકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના કુલ-૩૪૭૭ પગાર કેન્દ્રોમાં અંદાજે ૧૭૩૯ વ્યાયામ શિક્ષકો અને ૧૭૩૯ ચિત્ર શિક્ષકોની નિમણૂંક કરાશે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આ નિર્ણય અત્યંત મહત્વનો અને ઉપયોગી સાબિત થશે.

નાયબ મુખ્યમંત્રીએે જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૭૩૯ જેટલા વ્યાયામ શિક્ષકો અને ૧૭૩૯ ચિત્ર શિક્ષકોને તાસ દીઠ મહેનતાણાથી નિમણૂંક અપાશે. આ રીતે શિક્ષકોને અંદાજીત માસિક રૂ.૯૦૦૦ જેટલું મહેનતાણું ચુકવાશે. કરાર આધારે નિમણૂંક મેળવનારા વ્યાયામ અને ચિત્ર શિક્ષકોને પ્રથમ ધોરણ ૬ થી ૮ માં તાસ ફાળવાશે, ત્યારબાદ ધોરણ ૧ થી ૫ ના તાસની ફાળવણી કરાશે.

રાજ્ય સરકારના આ લાખ્ખો વિદ્યાર્થીઓના હિતના નિર્ણયથી વર્ષ ર૦૧૭-૧૮ ના શૈક્ષણિક વર્ષમાં અંદાજે રૂા.૧૭ કરોડની મર્યાદામાં ખર્ચની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *