વૈજ્ઞાનિક જ નહી વ્યુહાત્મક રીતે પણ ચીનનો અવકાશ કાર્યક્રમ મહત્વનો ચીન મંગળની સપાટીની અંદર પણ જશે

a3

ગત સપ્તાહે ભારતે એક જ રોકેટમાંથી ૧૦૪ ઉપગ્રહો છોડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, ચીને તેના ૨૦૨૦માં લોન્ચ થનારા પ્રથમ મંગળ અવકાશયાન માટે ૮ અવકાશયાત્રીઓની યાદી જાહેર કરી એ પછીના સપ્તાહોમાં એશિયામાં અવકાશ સ્પર્ધામાંજાણે નવું ઈંધણ પુરાયું છે. આધ્યાત્મિક વિચાર (સ્વપ્નો પુરા કરવા, સ્વર્ગ સામે સવાલ) થી માંડી અપૂર્વ જીવો (ફલાઈંગ ફિનિકસ, સોરિંગ ડ્રેગન) જેવા કારણોસર ચીનની નેતાગીરી મંગળ મીશનને આગળ ધપાવી રહી છે.
ચીન તેનો ૨૪ એપ્રિલે અવકાશ-સ્પેસ દિવસ ઉજવે છે. એ વખતે મિશન પર જનારા આઠ યાત્રીઓની યાદીમાંથી આખરી નામ જાહેર કરાશે.
અત્યાર સુધી ચીન તેના અવકાશ કાર્યક્રમને પણ ગુપ્ત રાખતું હતું, પણ હવે એ પશ્ર્ચિમી દેશોએ ન કરેલા અવકાશ સંશોધન માટષ નવું વિઝન જાહેર કરે છે. પૃથ્વી પર મોટાભાગના નિર્ણયો વાસ્તવિક બાબતોને ધ્યાનમાં લઈ કરાય છે ત્યારે ચીન સૌર્ય મંડળમાં મિશન કેમ મોકલવા માંગે છે તે સવાલ પૂછાઈ રહ્યો છે.
મંગળ પર જઈને ચીન બતાવા માંગે છે તે પણ એક અવકાશી સતા છે. ચીને ૧૯૫૬માં અવકાશ કાર્યક્રમ શરૂ કર્યો હતો, પણ તેઓની સાંસ્કૃતિક ક્રાંતિના કારણે એમાં ભારે વિક્ષેપ ઉભો થયો હતો, ૧૯૮૦ના દસકામાં ડેંગ શિઆપિંગના શાસનકાળમાં આર્થિક વિકાસ પર જ વધુ ધ્યાન અપાયું હતું. એ પછીના દસકાઓમાં વ્યુહાત્મક કારણોસર અવકાશ ક્ષેત્રે પ્રગતિ સાધવાની જરૂરિયાત તેને સમજાઈ. ૧૯૯૧ના અખાત યુદ્ધમાં ઉપગ્રહ દ્વારા સંચાલીત મિસાઈલ્સના કારણે અમેરિકા અને સાથી દેશોએ ઝડપી વિજય મેળવ્યો એ પછી ચીને અવકાશ ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતા રાષ્ટ્રો પાસેથી શીખવા પ્રયાસ કર્યો હતો. એક દસકા સુધી ચીને તેના રોકેટ પર અમેરિકી ઉપગ્રહો છોડવા સહયોગ ચાલુરાખ્યો હતો, પણ ૧૯૯૯માં એ કાર્યક્રમ પડતો મુકાયો હતો. આ માટે શ્રેણીબદ્ધ નિષ્ફળતા અને ટેકનોલોજીકલ ચોરીના આક્ષેપો જવાબદાર હતા. ચીનના અવકાશયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કયારેય આવવા દેવાયા નહોતા.
એ પછી ચીને ટેરેસ્ટ્રિઅલ ઓબ્ઝર્વેશનથી માંડી સમાનવ અવકાશયાનમાં ચીને ક્ષમતા ઉભી કરવામાં ભારે સફળતા મેળવી છે. હવે મંગળ પર પોતાનું અવકાશયાન ઉતારી ચીન બધાને ચકીત કરવા ધારે છે. ભારતનું અવકાશમાં પ્રદક્ષિણા કરતું માર્સ ઓર્બિટર ૨૦૧૪માં ત્યાં પહોંચી ગયું હતું. હવે મંગળ પર યાન ઉતારી ભારતને પાછળ રાખી દેવા માંગે છે. મંગળયાન દ્વારા શિનપિંગના ચાઈના ડ્રીમ દ્વારા ચીન તેની ગુમાવેલી રાષ્ટ્રીય મહાનતા પાછી મેળવવા માંગે છે.
મિશનનો વૈજ્ઞાનિક હેતુ પણ મહત્વનો છે. તે મંગળ પરના મિથેન ગેસનું સંશોધન કરવા સામે સપાટીથી ૪૦૦ મીટર નીચેની રડાર ઈમેજ મેળવવા ધારે છે. લાંબાગાળે તે ૨૦૩૦ની મધ્યમાં મંગળ પર સમાનવ યાન ઉતારવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *