વેપારીઓ-બુધ્ધિજીવીઓ સાથે ચીદમ્બરમનો પરામર્શ સામાન્ય લોકોને માળખાકીય સેવાઓની સમસ્યા છે:બુલેટ ટ્રેન એ વિકાસ નથી

વેપારી મહામંડળ ખાતે પૂર્વ નાણાંમંત્રી પી. ચીદમ્બરે વેપારીઓ તેમજ બુદ્ધિજીવીઓની મળેલી મીટીંગમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત અને કેન્દ્ર કક્ષાએ વિકાસની વાત થાય છે તેનો નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે, સરકારે લીધેલા નોટબંધી, જીએસટી, વહીવટી કક્ષાએ પ્રતિકૂળ અસર પડી છે. માળખાકીય કક્ષાએ વિકાસ થાય તે આવશ્યક છે. આજે મધ્યમ અને નાના ઉદ્યોગોનો વિકાસ, નોકરીઓ, સારૂ શિક્ષણ, પરિવહન, આરોગ્ય સેવાઓ, કૃષિ ક્ષેત્રે વિકાસની જરૂર છે નહીં કે, બુલેટ ટે્રનની. વિકાસ એટલે માળખાકીય સેવાઓનો વિકાસ કરવાનો પ્રશ્ર્ન પડકારરૂપ છે. દેશની મોટી સમસ્યાઓ આ ક્ષેત્રે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રૂા.૧ લાખ કરોડના ખર્ચે બુલેટ ટ્રેનનું આયોજન કરાયું છે, પરંતુ વાસ્તવિક રીતે દેશમાં આજે એક લાખ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, એક શિક્ષક પાંચ વર્ગો ચલાવતા હોય છે, જે કેવી રીતે મેનેજ કરી શકે તે એક પ્રશ્ર્ન છે. આજે રૂા.૧ લાખ કરોડ શાળાઓ માટે આપે તો ૧ લાખ શાળાઓ સુવિધાસભર બનાવી શકાય. બુલેટ ટ્રેનનો જે લાભ મળે તેના કરતાં દેશમાં સારૂ શિક્ષણ આપી શકાય. બુલેટ ટ્રેનના નાણાં પણ જાપાનીજ નાણાં વિનિમયમાં આપવાના રહે છે. દેશમાં વિકાસ કરવો તેનો અર્થ લોકોને હેલ્થ, પરિવહન સેવા, શિક્ષણ, પબ્લીક ટોયલેટ જેવી માળખાકીય સેવાઓમાં વિકાસ થાય તે વિકાસ છે જી.એસ.ટી., નોટબંધી, બુલેટ ટ્રેન જેવા નિર્ણયો એ ગાંડો વિકાસ કહેવાય.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સેકસ પોપ્યુલેશન, પોપર્ટી, એજયુકેશન દર અન્ય રાજ્ય કરતાં નીંચો છે. આજે સામાન્ય લોકોની સમસ્યા હલ કરવાનો તેમજ રોજગારીનો પ્રશ્ર્ન મોટો પડકારરૂપ છે. ગુજરાતની ચૂંટણીને આભારી છે. કે જીએસટીમાં સુધારો કરાયો, જે પાર્લામેન્ટ પણ કરી શકતી નથી તે ગુજરાતે કર્યું છે આજે મધ્યમ વેપારીઓ અને નોકરીઓના વિકાસની જરૂર છે. યુવાનોને આજે નોકરી જોઈએ છીએ હાર્દીક પટેલ કેમ ઉભા થયા છે? વીજળી, પેટ્રોલ, ડીઝલમાં કેમ જીએસટી લાગુ નથી કરતાં, જો તેમ કરે તો રૂા.૨૦ લાખ થઈ શકે તેમ છે હોટેલના જીએસટી દર ઓછા કર્યા પણ તેમાં ઈનપુટ નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નર્મદા બંધને વધારવા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી તેમજ ડો. મનમોહનસીંગે આપી હતી. છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે નર્મદા બંધનો લાભ લઈ શકાય તે માટે પુરક એવી કેનાલો કેમ તૈયાર કરી નથી. કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે અગાઉ બાજપાઈ સરકાર પણ હતી. વધુમાં એક પ્રશ્ર્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જાહેર સેવાકીય કામો માટે ભ્રષ્ટાચાર થાય છે જે વાસ્તવિકતા જોતાં મુશ્કેલ છે. આ માટે રાજ્ય કક્ષાની સંસ્થાઓ કલીન હોવી જોઈએ. તેના વડા તેમજ ગવર્નન્સ ચોખ્ખા અને સક્ષમ હોવા જોઈએ. ટેકનોલેાજીના ઉપયોગથી ભ્રષ્ટાચાર ઓછો કરી શકાય. સ્ટોક માર્કેટમાં ટેકનોલોજી આવ્યા બાદ ટે્રડીંગ અને અન્ય કામો સરળ બન્યા છે અને ભ્રષ્ટાચારના અવકાશમાં ઘટાડો થયો છે નાના ઉદ્યોગોમાં જીએસટી જો માળખુ ધ્યાનમાં લઈને નક્કી થાય તો નાના ઉદ્યોગોની તકલીફ ઓછી થઈ શકે છે આજે નાના ઉદ્યોગોને વધુ પ્રેાત્સાહનની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *