વિશ્વમાં વાતાવરણમાં ગજબની વિષમતા કયાંક હિમયુગ કયાંક સૂર્યદેવનો પ્રકોપ

A man pulls a snow board with children near Central park on January 23, 2016 in New York.
A deadly blizzard with bone-chilling winds and potentially record-breaking snowfall slammed the eastern US on Saturday, as officials urged millions in the storm's path to seek shelter -- warning the worst is yet to come. US news reports said at least eight people had died by late Friday from causes related to the monster snowstorm, which is expected to last until early Sunday.  / AFP / KENA BETANCUR

વિશ્ર્વભરમાં પર્યાવરણ-હવામાનમાં ગજબની અસમાનતા જોવા મળી રહી છે. કયાંક હિમયુગની યાદ અપાવે તેવી સ્થિતિ છે તો કયાંક ગ્લોબલ વોર્મિંગની ચેતવણી ખરેખર વાસ્તવિક છે તેમાં ભારે ગરમીનું દ્રશ્ય જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ૮૦ વર્ષનો રેકોર્ડ તોડતી ગરમી નોંધાઈ છે. આપણા માટે કદાચ તે ભર ઉનાળે ગરમીનો પારો- રાજસ્થાનમાં આ હવે ધમરોળતો હોય છે પણ સીડની સીટી ૪૩ ડીગ્રી સેલ્સીયસ ગરમીથી શેકાઈ રહ્યું છે જે છેલ્લા ૮૦ વર્ષની સૌથી વધુ ગરમી છે. ઓસ્ટ્રેલિયા ખંડ કે જે હવામાનની દ્રષ્ટીએ અનેક પ્રકારના વિરોધાભાસની સ્થિતિ જોવામાં આવે છે પણ સીડનીઅને તેની આસપાસના ક્ષેત્રમાં ભારે ગરમીથી જંગલમાં આગ (દવ) લાગવાની ઘટનામાં વારંવાર બને છે અને અહી જંગલ આસપાસ રહેતા લોકોને ખસેડવા પડે છે. અહીના ત્રણ પ્રદેશો વિકટોરીયા- સાઉથ ઓસ્ટ્રેલિયા અને નાસ્મેનીયામાં ઉષ્ણતામાનનો પારો ૪૦ ડીગ્રી ઉપર પહોચતા અહી કોઈપણ પ્રકારે ખુલ્લામાં અગ્નિ પ્રગટાવવા પર પ્રતિબંધ મુકીદેવાયો છે અને ભારે ગરમીથી ડામર પીગળતા અનેક ફી-વે (હાઈવે)માં ગાબડા પડી ગયા છે.
તો બીજી તરફ આર્ટીકસ એરમાં બ્લાસ્ટ- (વાવાઝોડા જેવી સ્થિતિ) જાળવી રાખવા અમેરિકાના ન્યુયોર્ક સહીતના પુર્વ કાંઠાળ ક્ષેત્રમાં હિમયુગ જેવા દ્રશ્યો છે. અમેરિકાની વેધર ઓફીસના રીપોર્ટ મુજબ મેશેશ્યુટમાં ઉષ્ણતામાનનો પારો માઈનસ નવ પર પહોંચી ગયો છે. જેથી ૧૯૪૨ના માઈનસ પાંચમો રેકોર્ડ તૂટયો છે. અમેરિકાના પશ્ર્ચિમી રાજયમાં માઈનસ ૪૦ અને કેનેડાના ઓન્ટારીયો- કયુબેકમાં માઈનસ ૫૦ ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. આતંક સમુદ્રના તોફાની હિમપવનને વૈજ્ઞાનિકોએ બોમ્બ સાયકલોન તરીકે ઓળખાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *