વિશ્ર્વમાં પુરતો ખોરાક ન મળતો હોય તેવા ૧૧૯ દેશો ખોરાકનો બગાડ કરતા દેશમાં ભારત ૧૦૦માં ક્રમે

d79440c

યુનાઇટેડ નેશન્શના ખાદ્ય અને ખેતી માટે કાર્યરત સંસ્થાના રીપોર્ટ પ્રમાણે ભારતમાં સરકારી આંક મુજબ દર વર્ષે ૯૦,૦૦૦ કરોડ જેટલા રૂપિયાના અનાજનો બગાડ થાય છે. ત્યારે દેશમાં ઉત્તરપ્રદેશ વિસ્તારમાં આવેલ પિલાખાણા ગામમાં એવા ગરીબો વસે છે કે જેને અઠવાડીયામાં ૪ દિવસ રાત્રિનું ભોજન પણ પ્રાપ્ત થતું નથી. જયારે એક એવો વર્ગ છે જેમને તેમના ડાયેટ પ્લાનના ભાગ રૂપે કયારેક જ ભાત અને નિમક ખાવાનું તબીબો દ્વારા સૂચન કરવામાં આવે છે. ખોરાકના બગાડને લઇને આ વિરોધાભાસ સામે સૌથી મોટો અન્ન ઉત્પાદન કરતો દેશ ભારત હવે આંતરરાષ્ટ્રીય ભાગીદારી દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી વડે આ સમસ્યાથી નિપટવા માટે તૈયારી કરી રહ્યો છે. વિશ્ર્વના ૧૧૯ દેશો કે જેમાં લોકોને પુરતુ ખાવાનું મળતુ નથી તેમાં ભારતનો ૧૯.૪ કરોડ લોકોની સંખ્યા સાથે ૧૦૦મો ક્રમ આવે છે. તેમજ વૈશ્ર્વિક આંકડા પ્રમાણે દેશના ૧૪.પ ટકા લોકો કુપોષણની સમસ્યાથી પીડિત છે. ત્યારે કેન્દ્ર દ્વારા ખોરાકનો બગાડ થતો અટકાવવા પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિતરણ વ્યવસ્થામાં પણ બદલાવ કરવામાં આવી રહ્યો છે. ખાદ્ય પ્રક્રિયાની કામગીરી સંભાળતા મંત્રાલય દ્વારા ખાનગી કંપનીઓની ભાગીદારી વડે ઠંડીમાં ખોરાકનો તથા ખેત ઉત્પાદનનો સંગ્રહ કરવા માટે ગત વર્ષે ૨૨૮ પ્રોજેકટ દ્વારા કામગીરી કરવાની હાથ ધરવાની શરૂ કરી દીધી હતી. જેનો અમલ હવે શરૂ કરાશે. ત્યારે મંત્રાલય દ્વારા હવે ખેતી અને ખેડુતોને સહાયતા પૂરી પાડવા માટે સરકાર દ્વારા ચાલતી અનાજના વિતરણ માટેની પ્રક્રિયા માટે ખેડુતો પાસેથી અનાજની ખરીદી કરીને ટેકાના ભાવો આપવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *