વિરોધ પક્ષ સરકારને ભીંસમાં લેવા માટે આક્રમક આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ : શ્રેણીબદ્ધ મુદ્દાઓ છવાશે

16-2

સંસદનું મોનસુન સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે જે તોફાની બને તેવી શક્યતા છે. વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ભીંસમાં લેવા માટે તૈયાર છે. જ્યારે બીજી બાજુ મોદી સરકાર પણ વિરોધ પક્ષોના સોમના કરવા કમરકસી ચુકી છે. મોનસુન સત્ર દરમિયાન શ્રેણીબદ્ધ મુદ્દાઓ ઉપર સરકાર અને વિપક્ષ આમને સામને આવશે. જે મુદ્દાઓ ચમકી શકે છે તેમાં અમરનાથ શ્રદ્ધાળુઓ ઉપર કરવામાં આવેલા હુમલા, રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને અન્ય સ્થાનિક મામલાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસના નેતૃત્વમાં ૧૮ વિરોધ પક્ષો સરકાર ઉપર દબાણ લાવવા માટે તૈયાર છે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને હાલમાં એનડીએ અને યુપીએ આમને સામને રહૃાા હતા. ચીન સાથેની લશ્કરી મડાગાંઠના મુદ્દે સરકારના વલણને વિરોધ પક્ષો ટેકો આપી ચુક્યા છે પરંતુ આ મુદ્દો પણ જોરદારરીતે ચમકે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ચાર પાંચ મહિનામાં ત્રાસવાદી હુમલામાં વધારો, અમરનાથ શ્રદ્ધાળુઓ ઉપર ત્રાસવાદી હુમલા, સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામના ભંગ, કેટલાક રાજ્યોમાં ખેડૂતોના આપઘાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન, ખેડૂતોની દુર્દૃશા, બીફને લઇને વિવાદ સહિતના મુદ્દા છવાયેલા રહે તેવી શક્યતા છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષો પહેલાથી જ કહી ચુક્યા છે કે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સિવાય અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા સામે જોરદાર રજૂઆત કરવામાં આવશે. ડોકલામ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચેની મડાગાંઠનો મુદ્દો પણ છવાશે. સંસદની કામગીરી સાનુકુળ રીતે ચાલે તેની ખાતરી કરવા શુક્રવાર અને શનિવારના દિવસે ચીન સાથેની મડાગાંઠના મુદ્દે  સરકારે વિરોધ પક્ષોને માહિતી આપી હતી અને એવી ખાતરી પણ આપી હતી કે આ મુદ્દાને રાજદ્વારીરીતે ઉકેલવામાં આવશે. આ મુદ્દાને લઇને વ્યૂહરચનામાં વિરોધ પક્ષો આક્રમક દેખાઈ રહૃાા નથી. જીએસટીને લઇને પણ હોબાળો થઇ શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોન અસર કરનાર મુદ્દાઓને જોરદારરીતે ચગાવવામાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપિંસહ સુરજેવાલાએ કહ્યું છે કે, એક જવાબદાર અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે અમે ૧ર૫ કરોડ ભારતીયોને અસર કરે તે પ્રકારના તમામ મુદ્દાઓને ઉઠાવીશું. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ પહેલાથી  કહી ચુક્યા છે કે, જીએસટી વ્યવસ્થા ખુબ જ ઉતાવળમાં અમલી કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા જીએસટીમાં પેટ્રોલિયમ, ઇલેક્ટ્રીસિટી અને રિયલ એસ્ટેટને સામેલ કરવાની માંગ કરશે. ખેડૂતોની દુર્દૃશા અને મંદસોરમાં પોલીસ ગોળીબારના મુદ્દા બંને ગૃહોમાં ઉઠાવવામાં આવશે. સરહદ ઉપર પ્રવર્તી રહેલી તંગદિલીના મુદ્દાને સીપીઆઈએમ દ્વારા ઉઠાવવામાંં આવશે. ગૌરક્ષાના નામે લઘુમતિ સમુદાયમાં ફેલાવવામાં આવી રહેલી દહેશતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. ટીએમસી અને આરજેડી જેવા પક્ષો સીબીઆઈ, ઇડી અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ બનાવવાના મુદ્દા ઉઠાવીને સરકાર ઉપર દબાણ લાવવામાં આવશે. ભાજપ સંસદીય પાર્ટીની કારોબારીની બેઠક પણ મળી રહી છે જેમાં મોદી બેઠકનું નેતૃત્વ કરશે. મોનસુન સત્રમાં ડઝન જેટલા બિલને પસાર કરવાના પ્રયાસ કરવામાં આવશે જેમાં ભ્રષ્ટાચાર અટકાયત સુધારા બિલ, વિસ્ટલે બ્લોવર્સ પ્રોટેક્શન બિલ, સિટીજનશીપ સુધારા બિલ, મોટરવ્હીકલ્સ સુધારા બિલ, કંપનીઝ સુધારા બિલનો સમાવેશ થાય છે. આવતીકાલે પ્રથમ દિવસે બંને ગૃહોને હાલમાં જ અવસાન પામેલા વિનોદ ખન્ના અને ગોવર્ધન રેડ્ડીને અંજલિ આપ્યા બાદ મોકૂફ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *