વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીઓનો દોર જારી ૧૫૧ પીઆઈની આંતરિક બદલીના હુકમ જારી કરાયા

રાજ્યમાં સામાન્ય વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે માટે મુખ્ય ચૂંટણી કમિશનરની દ્વારા બે દિવસ રાજધાની ગાંધીનગર ખાતે કરવામાં આવેલી પરિસ્થિતિની સમિક્ષા બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે રાજ્યના ૧૫૧ જેટલા પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે રાજ્યમાં ફરજ બજાવતા વિવિધ સનદી અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજીને રાજ્યમાં સામાન્ય ચૂંટણી યોજવા માટેના વાતાવરણને લઈ પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો. દરમ્યાન મોડી સાંજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા ૧૫૧ જેટલા પોલીસ ઈન્સપેક્ટરોની બદલીના આદેશ કરાયા હતા.

બે દિવસ અગાઉ આજ પ્રમાણે ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે રાજ્યમાં ૧૦૬ જેટલા ડીવાયએસપી, ત્રણ પ્રોબેશનરી આઈપીએસ ને પોસ્ટીગ આપવાની સાથે ર૪ જેટલા પીઆઈને બઢતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *