વિદેશોનું કાળું નાણું સંઘરતા કેટલાક દેશો

art2

પનામા પેપર્સના નામે વિશ્ર્વના કેટલાક દેશોના રાજકીય માધાંતાઓ અને કાળું ધન છૂપાવનાર કેટલાક ધનિકોએ પનામામાં છૂપી રીતે એકત્ર કરેલ ધનની માહિતી આપતો દસ્તાવેજ બહાર પાડ્યો છે. આ સ્થિતિમાં પનામા ચર્ચામાં આવેલ છે, પનામા, મધ્ય અમેરિકા સ્થિત એક ટાપુ દેશ છે. તે ઉત્તર અને દક્ષિણ મેરિકા ખંડોને જોડે છે. ભૌગોલિક રીતે ઉત્તરમાં તેનો પડોશી કોસ્ટારિકા અને દક્ષિણમાં કોલંબિયા આવેલ છે. પનામાની એક નાની જમીની પટ્ટી છે. આ તેના દ્વારા પ્રશાંત અને એટલાંટિક્ મહાસાગરો અલગ પડે છે.
માનવ-નિર્મિત ૭૭ કિ.મિ. લાંબી નહેર બન્ને મહાસાગરોને જોડે છે, અને તેમાં મોટા જહાજોની અવરજવર થઈ શકે છે. વર્ષ ૧૯૧૪માં શરૂઆત પછી લાંબા સમય સુધી પનામા નહેર આ દેશની આવકનું મુખ્ય સાધન હતું. તે સ્થિતિમાં આ દેશના શાસકોને જલ્દી એ વાત સમજમાં આવી કે, ટેકસ હેવન બનીને વૈશ્ર્વિક નિવેશકોનો ખાનગી પણ- ગુપ્તતાની જોગવાઈ કરાવીને મોટી કમાણી કરી શકાય તેમ છે.
બન્ને અમેરિકી ખંડો, શાનદાર કેરેબિયન ટાપુઓ તથા કોફીન જેવા નશીલા પદાર્થના મોટા ઉત્પાદક અને વ્યાપારી દેશ કોલંબિયાની નિકટતા અને દક્ષિણ અમેરિકામાં અનેક તરંગી તાનાશાહોના હોવાથી પનામાના આકર્ષણો જરૂર કરતા વધતા ગયા. અત્યાર સુધી પનામા નહેરનો વિસ્તાર અમેરિકી સૈનિક સુરક્ષા તળે હતો. તે અમેરિકનો માટે પણ એક ટેકસ હેવનના રૂપમાં પનામાને પસંદ કરવાનું એક કારણરૂપ પરિબળ હતું.
સવાલ એ છે કે, ધનિકો પોતાનું ધન શા માટે છૂપાવવા માગે છે? તેનું સીધું કારણ એ છે કે, તેઓ આધિકારિક રૂપે એટલા ધનિક નથી. જેટલા તેઓ સાચા અર્થમાં છે. જો તેઓ પ્રામાણિકતાથી પોતાની સંપત્તિનો ખુલાસો કરે તો તેમણે માત્ર વધુ કર જ આપવો નહીં પડે, પરંતુ તેમને ગેરરીતિઓ માટે જેલની હવા પણ ખાવી પડે તેમ હોય છે.
આ સ્થિતિને સમજવા માટે ‘ઉદ્યોગના કેપ્ટન’ કઈ રીતે આટલા ધનિક અને તાકાતવાન બની ગયા. જ્યારે કોઈ ‘ઉદ્યોગપતિ’ નવી પરિયોજના શરૂ કરે છે ત્યારે તેનું ખર્ચ ખૂબ વધારીને દર્શાવાય છે કે તે પછી સંયંત્રોના આપૂર્તિકર્તા પ્રમોટોને લાંચ આપે છે, જે પ્રમોટરની મૂડી બની જાય છે. આ રીતે જે જેટલી પરિયોજનાઓને પ્રમોટ કરે છે, તે તેટલા ધનિક બની જાય છે.
પરંતુ આ આવકની ઘોષણા તો કરી શકાય નહીં. આથી તેને ટેકસ હેવનમાં છૂપાવાય છે. આ રીતે મોદી કમાણી કરાય છે અને તેને છૂપાવાય છે. તે ધનનો મોટો હિસ્સો નિકટના ટેકસહેવન મોરિશિયસ કે સિંગાપુરના માર્ગે પાછા ભારતમાં નિવેશિત કરવામાં આવે છે. એ આશ્ર્ચર્યજનક નથી કે ૨૦૧૫માં દેશમાં આવેલ પ્રત્યક્ષ વિદેશી નિવેશ (એફડીઆઈ)માં સૌથી વધુ મોરિશિયસ દ્વારા ૨૭ ટકા અને સિંગાપુર દ્વારા ૨૧ ટકા આવ્યા હતાં.
આ બન્ને દેશોમાં અત્યારે સેંકડો કંપનીઓ છે, જેના દ્વારા ભારતીયો અથવા ભારતીય કંપનીએાના વિદેશમાં રખાયેલ ધનનો ઉપયોગ થાય છે. આ દેશ દૂર સ્થિત ટેકસ હેવન દેશો પનામા, કેમેન ટાપુઓ, બર્મ્યુડા, લિશ્ટેસ્ટીન વિગેેરેમાં છૂપાવાયેલ ધનના નિકાલના કેન્દ્ર જેવા જ છે. જેટલો નાનો દેશ હોય, ત્યાંના અધિકારીઓને આસાનીથી વશ કરી શકાય છે.
આ ઉપરાંત, આ પધ્ધતિનું બીજું પણ પાસું છે. ભારતમાં વ્યાપારી ક્રેડિટ એડવાન્સના આશરે ૮૦ ટકા ભાગ જાહેર ક્ષેત્રની ૧૪ બેન્કો દ્વારા નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત પરિયોજનાઓને નાણાં પૂરાં પાડતી બે મોટી સંસ્થાઓ આઈડીબીઆઈ અને આઈએફસીઆઈ તથા મોટી સંસ્થાગત નિવેશક વીમા કંપનીઓ જીવન વીમા નિગમ, ઓરિએન્ટલ અને જીઆઈસી સરકારને આધીન જ છે.
સરકારી સ્વામિત્વના કારણે રાજકીય અને નોકરશાહીનો પ્રભાવ એ નિશ્ર્ચિત કરે છે કે, પરિયોજનાએાને કોઈ સખ્ત પરીક્ષણની લીલી ઝંડી મળી જાય. જ્યારે પરિયોજનાઓ કદાચ જ કયારેક બંધ થાય છે અને અગાઉના કર્જને રિસ્ટ્રકચર કરીને વધુ કર્જ આપી શકાય છે?
લાંબા અને ફસાયેલા કર્જોની સૂચિમાં આશરે દેશના સર્વ ટોચની કંપનીઓ સામેલ છે. જુન ૨૦૧૬ સુધી જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોના કુલ ફસાયેલા કર્જની રાશિ લગભગ રૂા.છ લાખ કરોડ છે. નાણાં મંત્રાલયે ૪૯ બેન્કોના કર્જનું વિવરણ સંસદ સમક્ષ રજુ કરેલ છે.
રિઝર્વ બેન્કના આકલન પ્રમાણે જાહેર બેન્કોના કુલ ફસાયેલ કર્જનો ત્રીજો ભાગ ટોચના ૩૦ કસૂરવારો પાસે છે. માર્ચ, ૨૦૧૫ સુધીના હિસાબ પ્રમાણે દેશની સૌથી મોટી જાહેર બેન્કોના ૪.૮૭ લાખ કરોડ રૂપિયા માત્ર એવા ૪૪ કર્જદારોની પાસે અટકાયેલ છે, જેમની પાસે રૂા.પાંચ હજાર કરોડથી વધુ ફસાયા છે. આ કર્જદાર દેશની મોટી ઔદ્યોગિક કંપનીઓ છે. કર્જનો બોજો ભયાનક બિમારીનું રૂપ લઈ ચૂકેલ છે.
શું આપણે કયારેય આ તથ્ય પર ધ્યાન આપ્યું છે કે, સંયુકત આરબ અમિરાત વ્યાપારી વસ્તુઓની નિકાલ (૨૦૧૫માં ૩૩ અબજ ડોલર)નું બીજું સૌથી મોટું કેન્દ્ર તથા આયાત (૨૦૧૫માં ૨૬.૨ અબજ ડોલર)નો ત્રીજો સૌથી મેાટો સ્ત્રોત છે? સંયુકત આરબ અમિરાત કાયદેસર અને ગેરકાયદેસર રીતે આયાતિલ સોનાનું પણ સૌથી મોટું સ્ત્રોત છે. ગત વર્ષે ભારતે અધિકારિક રીતે ૩૫ અબજ ડોલર મૂલ્યના ૯૦૦ ટન સોનાની આયતા કરી હતી. પનામા જેવા દેશોમાં નોંધાયેલી કંપનીઓ તેમાના મોટા ભાગ માટે નાણાં પૂરા પાડે છે. આ રીતે જ, ગેરકાયદેસર રીતે મોકલાતા સોનામાં પણ થાય છે.
વોશિંગ્ટન-સ્થિત ગ્લોબલ ટ્રાયનેન્સિયલ ઈનેગ્રીટીના અંદાજ પ્રમાણે ભારતીયોએ ૨૦૧૫માં ૮૩ અબજ ડોલર ગેરકાયદેસર રીતે દેશની બહાર મોકલેલ છે. આ ધન કયાં ગયું? બેન્કીંગ ગુપ્તતાની સેવા પૂરી પાડનાર સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશો જેમાં રકમ પર સામાન્ય રીતે વ્યાજ આપતાં નથી. આથી ધન ટેકસ હેવનમાં જતું રહે છે. જેમાંથી વિશ્ર્વભરમાં તેનો વ્યાપારી નિવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *