વિડીયોની ફોરેન્સીક તપાસ સહિતના પગલા લઈશ ગંદી રાજનીતિની શરૂઆત:હાર્દિક

‘પાસ’ નેતા હાર્દિક પટેલે કથિત વાયરલ વિડીયો વિશે એવો પ્રત્યાઘાત આપ્યો છે કે આ ગંદી રાજનીતિની શરૂઆત છે. પરંતુ મને કોઈ ફીકર નથી. સમાજ માટેની લડતમાં પાછો નહીં પડુ. આ વિડીયોની સત્યતા ચકાસવા માટે ફોરેન્સીક તપાસ કરાવવા સહીતના પગલા લેવાની તૈયારી છે.
‘પાસ’ નેતાઓ લડાયક શૈલીમાં પ્રત્યાઘાત આપતા એમ કહ્યું હતું કે પોતે કોઈ છુપાવીને કરતો નથી. જે કરુ છું તે જાહેરમાં જ કરુ છું. આ વિડીયો મારો હોય તો તેનો સ્વીકાર કરવામાં મને વાંધો પણ નથી.
હાર્દિક પટેલે કહ્યું કે જે વ્યક્તિએ વિડીયો આપ્યો છે કે વાયરલ કર્યો છે તે દિલ્હી હેડકવાર્ટર જઈને ભાજપમાં જોડાયો છે.
આ પ્રકરણ વિડીયો બેંગકોકમાં બનાવાના હોવાની શંકા દર્શાવીને હાર્દિકે કહ્યું કે પોલીટીકલ સ્ટેટમાં ભાજપનો હાથ હોઈ શકે છે. ભાજપના જ નેતા સંજય જોષીની પણ આવી સેકસ ટેપ બહાર પાડવામાં આવી હતી. ગંદી રાજનીતિની શરૂઆત છે. આવતા દિવસોમાં હજુ આવા કૃત્યો આચરવામાં આવે તેવી શકયતા છે.
સમાજ તથા રાજય માટે લડત ચાલુ રાખવાનું જાહેર કરતા હાર્દિક પટેલે કહ્યું કે ખુલ્લી છાતીએ ભાજપ સામે લડતો રહીશ. હત્યા, સીડી, આરોપ વગેરે ભાજપ કરતુ જ હોય છે.મારી સામેના આક્ષેપો મુકતી વેળાએ નારી સન્માન જાળવવાની જરૂર છે. આ પ્રકારના આક્ષેપથી ગુજરાત પ્રદેશની મહિલાઓની મજાક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *